ભગવાન શ્રી રામના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો થનગનાટ સાવરકુંડલા લીલીયામાં સાવરકુંડલા લીલીયાના તમામ ગામડાઓમાં ભાજપ દ્વારા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરશે

ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ભગવાન રામલલ્લાને સત્કારવાનો અનેરો ઉત્સાહ

સાવરકુંડલા

અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તે માટે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક ના તમામ ગામોમાં સતત બે દિવસ સુધી નાના મોટા તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન થાય તેવા અભિગમ સાથે સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા 16 અને 17 જાન્યુઆરીએ સાવરકુંડલા અને લીલીયા ના તમામ ગામડાઓના મંદિરોમાં સ્વચ્છતા મિશન શરૂ કરવાના અભિગમથી સાવરકુંડલા અને લીલીયાના જિલ્લા પંચાયતના સદ્સ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, તમામ મંડળો ના પ્રમુખો અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિકોને સંગાથે રાખીને મંદિરોમાં સ્વચ્છતાને પ્રાથમિકતા સાથે આયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને સત્કારવા દરેક મંદિરો સ્વચ્છ થાય તેવા અભિગમ સાથે ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના ભાજપના કાર્યકર્તાઓ મંદિરોની સફાઈ કરશે તેમ સત્વ અટલધારા કાર્યાલયની અખબારી યાદીમાં જણાવ્યું છે

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.