હળવદ બન્યું રામમય : શહેર માં રામોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી

LED સ્ક્રીન પર આયોધ્યાં થી લાઈવ કાર્યક્રમ નિહાળી અને ભવ્ય લોકડાયરા નો કાર્યક્રમ યોજાયો માનવ મહેરામણ ઉમટી પડ્યું

આજરોજ હળવદ ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અન્વયે હળવદ ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં હળવદ ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ પર મોટી એલ.ઇ.ડી સ્ક્રીન ગોઠવી અને અયોધ્યા થી લાઈવ કાર્યક્રમ હાજર સૌ ધર્મપ્રેમી લોકો એ નિહાળ્યો હતો સાથે સાથે હળવદ ગામ ના અને ગુજરાત ના નામાંકિત કલાકારો એવા જયમંતભાઈ દવે , હકાભા ગઢવી , જીવણભાઈ મકવાણા , સોનલબેન ગઢવી , જેનીબેન ચૌહાણ સહિત સાથી કલાકારો એ શ્રી રામ ભજન ની રમઝટ બોલાવી હાજર સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમ માં લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત દીપકદાસજી મહારાજ , સ્વામિનારાયણ મંદિર ના ભક્તિનંદન સ્વામી – મહેન્દ્ર બાપુ – બજરંગ બાપુ સહિત રાજકીય સામાજિક એજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે ૧૯૯૨ ની કારસેવા માં ગયેલ વસંતભાઈ ત્રિવેદી – બિપીનભાઈ દવે અને સ્વ.ધરમશીભાઈ દલવાડી ના ભત્રીજા અરજણભાઈ દલવાડી નું પાઘડી પહેરાવી સાલ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે હળવદ શહેર ના તમામ વહેપારી ઓ દ્વારા સ્વયંભૂ ગામ બંધ રાખી ને આ કાર્યક્રમ માં જોડાયા હતા અને હળવદ ના તમામ વર્ગ ના લોકો જોડાયા હતા અને હાજર સર્વે ધર્મપ્રેમી લોકો રામમય બન્યા હતા આ કાર્યક્રમ માં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ તંત્ર નો પણ સહકાર પ્રાપ્ત થયો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ ના રામ ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી

નમ્રતા પરીખ હળવદ

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.