શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શા.આર.વી. બાગરેચા અનુસ્નાતક કેન્દ્ર, પાલિતાણામાં રામોત્સવની ઉજવણી કરી. એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મયૂરસિંહ સરવૈયા તથા આચાર્ય શ્રી ડૉ. પંકજ ત્રિવેદી સાહેબે વિશેષ મુલાકાત લઈ વિદ્યાર્થિની બહેનોને અભિનંદન પાઠવ્યા. તમામ વિદ્યાર્થિનીઓને કો – ઓર્ડીનેટર શ્રી માનસીબહેન ડોડીયા અને કૃપાલીબહેન કામળીયા તેમજ વ્યાખ્યાતા શ્રી ભૂમિબહેન રાઠોડ અને વર્ષાબહેન જેસવાણી ના માર્ગદર્શન હેઠળ ઉમંગ ઉલ્લાસથી શ્રીરામજન્મ થી લઈ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગોને આવરી લીધા. અનુસ્નાતક વર્ગના વિદ્યાર્થિની બહેનોએ સ્વકાર્યથી વર્ગમાં અયોધ્યાનગરીનાં અંશો રજૂ કર્યા. રંગોળી, ચિત્ર દોરી, આરતી-થાળી શણગારી આ પાવન અવસરને ઉમંગથી વધાવ્યો. ઉપરાંત શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી, શબરી, હનુમાનજીના આગમનને વધાવી આરતી ઉતારી પ્રસાદી વહેંચી. આનંદમય વાતાવરણના રંગે રંગાઈ ગયા. કુ. અવની કુવાડિયાએ “ઉર્મિલા વિરહ” નું એકપાત્રીય અભિનય કરી ઉત્તમ પ્રસ્તુતિ કરી. મહિલા કૉલેજનાં પ્રાધ્યાપકગણે રામોત્સવ નિમિત્તે સુશોભિત કાર્યને જોઈ વિદ્યાર્થીઓને બિરદાવી આનંદ વ્યક્ત કર્યો. આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું. જેમાં પ્રથમ ક્રમે.ભૂમિ મકવાણા, દ્વિતીય ક્રમે રૂપાલી ગેંગડિયા અને ભૂમીબા પરમાર,તૃતીય ક્રમે.આરતી વઢિયારા, વિદ્યાર્થિનીઓએ સુંદર શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે ચિત્ર દોર્યા.
Author: ભાગવત ભૂમિ
Hi