કોલેજના યુવા મતદાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
ધારાસભ્ય મહેશ કસવાળાની કામગીરી પુસ્તિકા કોલેજને અનાવરણ કરી
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નમો એપ ડાઉનલોડ કરી યુવા ભાજપના કાર્યક્રમને વધાવ્યો
સાવરકુંડલા
આજે વિશ્વ મતદાતા દિવસ નિમિતે વિશ્વના સૌથી લોકપ્રીય જનનેતા નરેન્દ્રભાઇ મોદી નવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરવાનો યુવા ભાજપ કાર્યકર્તાઓએ આયોજન કરેલ હતું જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે નમો નવમતદાતા સંમેલન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા ભાજપ દ્વારા પ્રથમ મત મોદીને મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રથમ મતદાર તરીકે યુવાઓને નવા ભારત નો સંદેશ આપ્યો હતો ને આગામી લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવા મતદાતાઓને લઈને નમો નવમતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ધારાસભ્ય મહેશ કસવાળાએ કરેલા કામોના પુસ્તક કોલેજ ને અર્પણ કરવામાં આવ્યું હતું ભારત દેશ નવી દિશા તરફ આગળ જઈ રહ્યું હોય ત્યારે નમો એપ પણ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવીને નવી યોજનાઓ સહિતની માહિતીઓ સરલતાથી મળી રહે તેવું યુવા ભાજપ દ્વારા આયોજન અમરેલી જિલ્લાની કોલેજોમાં કરવામાં આવ્યું હતું ને બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્ર્મ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અમરેલી લોકસભા સંયોજક શ્રી પુનાભાઈ ગજેરા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષશ્રી સુરેશભાઈ પાનસુરીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા, રાજેશભાઈ નાગ્રેચા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી રવૈયા સાહેબ તેમજ શહેર યુવા ભાજપ પ્રમુખશ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ તેમજ શહેર સંગઠન અને અને યુવા મોરચાના હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્ય શ્રી ઓ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi