વીસાવદરના નવાણિયા ગામે શિક્ષક ની ગેરહાજરી બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા આખરે ગામ સમસ્ત દ્વારા શિક્ષણનો બહિષ્કાર

જ્યાં ભારતના ભાવિ નાગરીકનું ઘડતરથવાનું છે ત્યાંજ અંધારું

વિસાવદરતા.વિસાવદર તાલુકાના નવાણિયા ગામે સરકારશ્રી નવી સ્કૂલ બનાવવામાં આવેલ છે પણ આ પ્રાથમિક શાળામાં શિક્ષક છેલ્લા ઘણા સમયથી મહીઓની રજાઓ ઉપર રહેતા હોય તથા સમયસર સ્કૂલે આવતા ન હોય કે ગેરહાજર રહેવાના કોઈ રજા રિપોર્ટ પણ આવતા ન હોય તેથી ભારતના ભાવિ નાગરિકો નું જ્યાં ઘડતર થવાનું છે ત્યાંજ ઘણા સમયથી અધારું હોય તેવી સ્થિતી ઉભી થયેલ હોવાનું ખુદ સરપંચ કમલેસભાઈ હિરપરાએ જણાવેલ છે આ અંગે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે અમારા ખોબા જેવડા નવાણિયા ગામમાં પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસ ઉપરાંતના સમયગાળાથી શિક્ષક અવારનવાર ગેરહાજર રહેતા હોય તેઓએ અવારનવાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં આ બાબતે રજુઆત કરેલ છે તેમજ આ વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી તથા તાલુકા પંચાયતના સદસ્યને અવારનવાર આ બાબતે રજુઆત કરેલ છે અને તાલુકા પંચાયતના તથા જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પણ આ બાબતે લેખિત રજુઆત કરવા છતાં કોઈ પગલા ન ભરાતા કે શિક્ષકની બદલી કરી નવા શિક્ષકને નહિ મુકતા અગાવ પણ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કરવાની જાણ કરવા છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોઈ પગલાં ન ભરતા આજરોજ નવાણિયા ગામના ગામસમસ્ત લોકોએ એકત્રિત થઈ શિક્ષણનો બહિષ્કાર કરેલ હતો અને તેના કારણે બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું હોય આ માટે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં નહિ આવે અને શિક્ષકની બદલી કરી નવા શિક્ષક મુકવામાં નહિ આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ નહિ કરવા સરપંચ,ઉપસરપંચ પંચાયતના તમામ સદસ્યો સહિત ગ્રામજનોએ જણાવેલ હતું જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિતના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરે એમ છતાં પણ કોઈ પગલાં ન ભરાઈ ત્યારે શિક્ષિત જગતની વાતો માત્ર કાગળ ઉપર ચાલતી હોય તેવી સ્થિતિ ઉભી થયેલ છે આ સંજોગોમાં ગામલોકો પણ આખરી અને આરપારની લડાઈ લડવા તૈયાર હોવાનું સરપંચ કમલેસભાઈ હિરપરાએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Read More