ઓલપાડનાં નઘોઈ ગામે સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનો સિલેક્શન કેમ્પ યોજાયો

32 મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ વર્ષે મોરબી જિલ્લા પંચાયતનાં યજમાનપદે યોજાનાર છે. આગામી તા. 15/02/2024 થી તા. 21/02/2024 દરમિયાન યોજાનાર આ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત એક સિલેક્શન કેમ્પનું આયોજન આજરોજ ઓલપાડ તાલુકાનાં નઘોઈ ગામ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને ‘ટીમ સુરત’નાં કોચ એવાં કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની ટીમમાં ભાગ લેવાં ઈચ્છૂક વિવિધ ખાતાનાં કર્મચારીઓએ આ સિલેક્શન કેમ્પમાં ઉપસ્થિત રહીને બેટિંગ, બોલિંગ તેમજ ફિલ્ડિંગ ક્ષેત્રે પોતપોતાનાં પર્ફોમન્સને તાદશ્ય કરી પોતાની દાવેદારી નોંધાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.