માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ગુજરાતની ૧૮૨ વિધાનસભા પૈકી ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનુ ઈ- લોકાર્પણ થશે

તા. ૧૦/૦૨/૨૦૨૪ અને શનિવારના રોજ યોજાનાર ગુજરાતની ૧૮૨ વિધાનસભા પૈકી ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિધાનસભામાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદહસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું ઈ – લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, મેયરશ્રી ભરતભાઈ બારડ, ડે. મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, શાસક પક્ષના નેતાશ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, કમિશનરશ્રી ઉપાધ્યાય સાહેબ, મહામંત્રીશ્રી નરેશભાઈ મકવાણા, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા ઈ- લોકાર્પણના સ્થળ પર સફળ આયોજન અંતર્ગત સમીક્ષા કરવામાં આવેલ.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.