જુનાગઢ,તા. ર૭: આગામી મહાશિવરાત્રિ તથા મહિલા દિન નિમિત્તે પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા વિવિધ સ્પર્ધાનુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે .
આ અંતર્ગત તા. ૩જી માર્ચના સવારે ૧૦ થી ૧ દરમ્યાન સંગ્હાલય પરિસર, તાજ મંજીલ, ઓપેરા હાઉસમાં ભગવાન શિવજીને સંબંધિત વિવિધ પ્રતીક સુશોભન સ્થળ પર બનાવીને સંગ્રહાલય દ્વારા અપાનાર ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરવાના રહેશે.
આ ઉપરાંત શિવ અને પાર્વતી ને સંબંધિત ચિત્ર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બન્ને સ્પર્ધાઓ ૮ થી ૧૮ તથા ૧૮ થી ઉપર ના એમ બે વર્ગની વયની વ્યક્તિઓ માટે બે ભાગમાં યોજાશે.
આ ઉપરાંત સંગ્રહાલય દ્વારા એક વિશેષ તસવીર સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જૂનાગઢ ના મહાશિવરાત્રિ ના મેળા, તેની શોભા યાત્રા, દામોદર કુંડ નું સ્નાન વગેરે સંબંધિત રહેશે.
તસવીરો ૧૦ મી માર્ચ સુધી પહોંચાડવાની રહેશે.
ઉપર્યુક્ત ત્રણે સ્પર્ધા માટે ની વિગતો તથા નિયમો અને રજીસ્ટ્રેશન માટે ૮૩૨૦૦ ૮૨૭૪૨ નો સંપર્ક કરવા સંગ્રહાલય નાં ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થી ની યાદીમા જણાવવામાં આવ્યું છે.
Author: ભાગવત ભૂમિ
Hi