ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગ અને જિજ્ઞા દીક્ષિત સંચાલિત કલાત્મન સ્કુલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકનાં ઉપક્રમે તારીખ ૧૩ થી ૧૫ મે ૨૦૨૪ દરમ્યાન અમદાવાદ ખાતે શાસ્ત્રીય નૃત્યની શિબિર યોજાઈ હતી જેમાં ૬૦ જેટલાં નવોદિત કથક અને ભરતનાટ્યમના કલાકારોએ ભાગ લીધો હતો જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કથક ડાંસર જિજ્ઞા દીક્ષિત અને ભરતનાટ્યમ ડાંસર નિરાલી ઠાકોરે તજજ્ઞ તરીકે તાલીમ આપી હતી શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થી કલાકારો દ્વારા સુવિખ્યાત આંતરરાષ્ટ્રિય ડાંસર નૃત્યગુરુ શ્રી ચંદન ઠાકોરનાં અધ્યક્ષસ્થાને શીખેલી નૃત્યકલાનાં બેનમૂન નૃત્ય રંગમંચ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોનાં દિલ જીતી લીધા હતા આ તબક્કે સંગીત નાટક અકાદમી દ્વારા કાર્યક્રમનાં અધ્યક્ષ નૃત્યગુરુ ચંદન ઠાકોર, નિરાલી ઠાકોર અને જિજ્ઞા દીક્ષિત અને સપ્તધ્વનિ કલાના સંગીત તજજ્ઞ હેમાંગભાઈ વ્યાસનાં હસ્તે તમામ કલાકારોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં જે નવોદિત કલાકારોને પોતાની કારકિર્દીના ઘડતરમાં ખૂબ મહત્વનાં હોય છે સમગ્ર શિબિરને સફળ બનાવવા માટે કલાત્મન સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકનાં જિજ્ઞા દીક્ષિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi