*કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાઈ પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક*
રાજકોટ તા. ૧૫ જૂન – પોલિયોમુક્ત ભારત ઝુંબેશ અંતર્ગત આગામી ૨૩ જુનના રવિવારના રોજ રાજકોટ જિલ્લામાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.
અભિયાન અંગે કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને પલ્સ પોલિયો સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં બૂથ વાઈઝ ટીમ, હાઉસ ટુ હાઉસ કામગીરી માટે ટીમોના નિર્માણ તેમજ મોબાઇલ ટીમ, કોલ્ડ ચેઈન અને ટ્રાન્ઝિટ પોઇન્ટ વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઝુંબેશમાં રાજકોટ જિલ્લાનું એક પણ બાળક રસી લેવામાં બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ રાજકોટ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કુવાડવા, મેટોડા, શાપર-વેરાવળ, ગુંદાળા અને ખોખડદડ જી.આઇ.ડી.સી.માં કામ કરતા શ્રમજીવીઓ તેમજ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા ખેતમજૂરો સુધી પણ રસીકરણની સંપૂર્ણ વ્યવસ્થા પહોંચાડવા જિલ્લા આરોગ્યતંત્રને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, અધિક નિવાસી કલેક્ટર શ્રી ચેતન ગાંધી, તબીબી અધિક્ષકશ્રી ત્રિવેદી, આઇ.સી.ડી.એસ અધિકારી શ્રી સાવિત્રીબેન નાથજી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.સિંઘ સહિતના સંબંધિિત સરકારી વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા
Author: ભાગવત ભૂમિ
Hi