પ્રાથમિક શાળા શામપરા ખોડીયાર ખાતે યોગ દિવસ નિમિત્તે યોગ ઉપરાંત આરોગ્યના પાઠ ભણાવતું આરોગ્ય તંત્ર

આજરોજ ૨૧ જૂન ના દિવસે શ્રી ભોળાદ પ્રા. શાળા માં ૧૦ માં વિશ્વ યોગ દિવસ નિમિતે ધોરણ ૬થી૮ ના બાળકો અને શિક્ષકો દ્વાર યોગ,પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, યૌગિક ક્રિયાઓ કરવામાં આવેલ.ખુબ જ ઉત્સાહ પૂર્વક યોગ દિવસ ઉજવવા માં આવ્યો.કાર્યક્રમ ને સફળ બનાવવા શિક્ષકોએ જહેમત ઉઠાવેલ.

 

ભાવનગર તાલુકાના ઉંડવી પ્રા કેન્દ્રના શામપરા ખોડીયાર ગામ ખાતે પ્રાથમિક શાળામાં યોગનો કાર્યક્રમ યોજાયો જેમાં આચાર્યશ્રી પરાક્રમસિંહ ગોહિલ અને શિક્ષકો દ્વારા સુંદર યોગનું નિદર્શન કરાયેલ અને બાળકોને યોગ કરાવી બાળકોને યોગનું મહત્વ સમજાવે આ તબક્કે તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત દ્વારા પાણી જઈને રોગો અને મચ્છર થી થતા રોગો વિશે માહિતી આપી મચ્છરો ઉત્પતિ કઈ રીતે અટકાવી શકાય તેની સમજણ આપી હતી. આ પ્રસંગે આરોગ્ય કર્મચારી હીનાબેન ડાગર સીએચઓ સંધ્યાબેન મોરી અને પ્રતિપાલસિંહ ગોહિલ દ્વારા સંકલન કરાયું હતું

Leave a Comment

Read More