જગન્નાથજીની, વેલનાથ જયંતિની, ચારણીયા સમાજની રથયાત્રામાં ઠંડા પીણા અને ઠંડા પાણીની કોંગ્રેસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી**
આજરોજ અષાઢી બીજ ના પવિત્ર દીવસે રાજકોટ શહેર મા વર્ષોની પરંપરા મુજબ નીકળતી શોભાયાત્રા રથયાત્રાનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત પુષ્પગુચ્છ ફુલહારથી કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં કોંગ્રેસ દ્વારા ઠંડા પીણા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 10:30 કલાકે હોસ્પિટલ ચોક ખાતે સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ નિમિત્તે ચુવાડિયા કોળી ઠાકોર વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ રાજકોટ દ્વારા પ્રેરિત ભવ્ય શોભા યાત્રાનું સ્વાગત શહેરના હોસ્પિટલ ચોક ખાતે ફુલહાર અને પુષ્પગુચ્છ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શહેરમા વસવાટ કરતા ચારણીયા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરેલ જે રથયાત્રાનુ ડો યાજ્ઞિક રોડ ઉપર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા અને ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો દ્વારા આઈ શ્રી નાગબાઈ મા નું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શહેરના ફુલછાબ ચોક ખાતે 17 મો રથયાત્રા મહોત્સવ રથયાત્રા મહોત્સવ નિમિત્તે પરમ પુનિત સાંસ્કૃતિક પૌરાણિક એવમ ઐતિહાસિક 17 મી રથયાત્રા જગન્નાથજીના પ્રાંગણમાંથી નીકળેલી અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી રહેલ શોભાયાત્રા નું ફુલછાબ ચોક ખાતે ફુલહારથી પુષ્પગુચ્છ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાનનો રથ હાંકવાનો લહાવો લીધો હતો.
શોભાયાત્રા રથયાત્રાના સ્વાગત નો સમગ્ર કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમા રાજકોટ શહેર અને પ્રદેશના કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખ, ફ્રંટલ સેલના ચેરમેનો જોડાયા હતા જેમાં શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, સુરેશભાઈ બથવાર, નયનાબા જાડેજા, મનીષાબા વાળા, દિલીપભાઈ આસવાણી, જસુબા વાંક, સલીમભાઈ કારિયાણી, જીગ્નેશભાઈ ડોડીયા, ગોપાલ મોરવાડિયા, મહેન્દ્રસિંહ જાડેજા મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઈ રાવલ, બીપીનભાઇ રાઠોડ, નરેશભાઈ પરમાર, રમેશભાઈ વઘેરા, અમિતભાઈ સોંદરવા, કૃષ્ણદભાઈ રાવલ, મયુરસિંહ પરમાર, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, મયુરભાઈ શાહ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Author: ભાગવત ભૂમિ
Hi