ગોંડલ શહેરમાં ચારે બાજુ બપોર બાદ વરસાદી ઝાપટા:

અસહ્ય બફારા વચ્ચે ઘોઘાવદર, શીશક અને બંધિયા સહિતના સીમ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ

હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળ પર હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને પંથકમાં સવારથી અસહ્ય બફારાની વચ્ચે બપોર બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર, બંધિયા, શીશક અને સતાપરની સીમમાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને ઘોઘાવદર નજીક આવેલી નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. વાસાવડ ગામે વરસાદ વરસતાં વરસાદી પાણી વહેતાં થયા હતા અને વાતાવરણમાં ઠંડકપ્રસરી હતી. તાલુકાના મોવિયા, શ્રીનાથગઢ, કમઢીયા, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.

Leave a Comment

Read More