•
• ખેડૂતો માટે રસ્તા ઉપર ઉતરવું પડશે તો પણ ઉતરીશુઃ શ્રી લલીત કગથરા
• 28 ઓક્ટોબર થી કોંગ્રેસ પક્ષ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ન્યાય મળે તે માટે આંદોલન કરશેઃ શ્રી લલીત વસોયા
• 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના ખેડૂતોનું મહા સંમેલન કરીશુઃ શ્રી લલીત વસોયા
• એનસીઆરબીના રીપોર્ટ મુજબ ખેડૂતોમાં આત્મહત્યા કરવાનું 11 ટકા પ્રમાણ વધ્યુઃ ડો. કિરીટ પટેલ
• ઉદ્યોગપતિઓઓના અબજો રૂપિયા માફ થાય તો ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય ?: ડો. કિરીટ પટેલ
• ગુજરાતમાં 140% થી વધારે વરસાદ વાળા 104 તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવેઃ પાલ આંબલિયા
• કોંગ્રેસ 104 તાલુકામાં પાક ધિરાણ માફી માટે ખેડૂતો પાસે કાયદાકીય ફોર્મ ભરાવશેઃ પાલ આંબલિયા
અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાની મુદ્દે કોંગ્રેસની રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલીત કગથરા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી લલીત વસોયા, ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેનશ્રી પાલભાઈ આંબલિયા એ અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ ઝોન, ઘેડના પ્રાણપ્રશ્નોને લઈને સંબોધન કર્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલીત કગથરા એ જણાવ્યું હતું કે ખેડૂતપુત્ર તરીકે મારો અનુભવ છે કે દિવાળી પર ક્યારેય ચાર ચાર ઇંચ વરસાદ થયો હોય એવું મને યાદ નથી અત્યારે ખેડૂતોના તૈયાર પાકના પથારાઓ તરી રહ્યા છે પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે અત્યારે ખેડૂતો રાતે પાણીએ રોઈ રહયા છે ખેડૂતોની આવી દયનિય સ્થિતિ હોવા છતાં ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચતી નથી કે સરકાર સાંભળવા માંગતી નથી કુદરત કોઈના કન્ટ્રોલમાં નથી પણ સરકારે તો સાંભળવું જોઈએ કે નહીં ? કોંગ્રેસના સમયમાં સ્વ. રાજીવ ગાંધીએ શરૂ કરેલી પાક વિમાં યોજનાને બંધ કરીને ભાજપે પ્રધાનમંત્રી ફસલ યોજના જે ખાનગી વિમા કંપનીને કરોડો રૂપિયાના ફાયદા માટે લાગુ કરવામાં આવી. વ્યાપક વિરોધ બાદ ગુજરાતની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના બંધ કરીને નવી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા તો એમાં તો કોઈને રાતી પાઇ પણ આપ્યા વગર 2 વર્ષ આ યોજના કાગળ પર ચલાવી બંધ કરી દેવામાં આવી અત્યારે ગુજરાતમાં ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં નથી. ખેડૂતો બરબાદ થતા રહે સરકાર સાંભળે જ નહીં તો ક્યાં સુધી ચૂપ બેસી રહીશું સરકારનું ધ્યાન ખેંચવા રસ્તા પર ઉતરવું પડે તો તેની પણ કોંગ્રેસ પક્ષની તૈયારી છે 140% થી વધારે વરસાદ હોવા છતાં લીલો દુષ્કાળ કેમ જાહેર કરતા નથી અમે ખેડૂતોનો હક્ક માંગીએ છીએ ભીખ નથી માંગી રહયા અને જરૂર પડ્યે ગામડે અને તાલુકા સ્તરે જઈને પણ આંદોલન કરીશું
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલીતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જો સરકાર તાત્કાલિક કોઈક નિર્ણય જાહેર નહિ કરે તો અમારે 28 ઓક્ટોબર થી ખેડૂતોના હક્ક અધિકાર માટે સરકારને ઢંઢોળવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અને દિવાળી સુધી સરકાર જો કોઈ નિર્ણય જાહેર નહિ કરે તો 6 નવેમ્બર લાભ પાંચમ ના દિવસે અમે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ખેડૂતોને બોલાવીને મહાસમેલન કરીશું
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારની નીતિ ખેડૂતોના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે ખેડૂતોની જમીન છીનવી લઈ ઉદ્યોગકારોને જમીન આપવાનો મોટો કારસો ભાજપ સરકાર કરી રહી છે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કર્યા છે તો ખેડૂતોનું દેવું માફ શા માટે કરવામાં આવતું નથી એનસીઆરબી ના રિપોર્ટ પ્રમાણે ખેડૂતની આત્મહત્યા કરવામાં 11% નો વધારો થયો છે
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, ઇકો સેન્સેટિવ જોન, ઘેડ ના પ્રાણપ્રશ્નો, જમીન માપણી, ખાતરની ઘટ વગેરે પ્રશ્નો થી ખેડૂતો પીડાઈ રહયા છે સરકાર ઓગસ્ટ મહિનામાં આવેલ અતિવૃષ્ટિનું હજુ પણ સર્વે કર્યું નથી કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું પણ સર્વે ચાલુ કર્યું નથી ગુજરાતમાં 104 તાલુકામાં નિયમોનુંસાર લીલો દુષ્કાળ જાહેર થવાપાત્ર હોવા છતાં સરકાર લીલો દુષ્કાળ જાહેર કરતી નથી અત્યારે પશુઓને સૂકો ઘાસચારો ખવડાવવા નથી માટે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઉભા કરવામાં આવે, સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોએ જાહેર કર્યા મુજબ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 25 ઓક્ટોબરના રોજ “સયુંકત કિસાન મોરચો – ગુજરાત” અને ઘેડ વિકાસ સમિતિ ના નેજા હેઠળ “ખેડૂત મહાપંચાયત” કરવા જઈ રહયા છીએ જેમાં દિલ્હીથી યોગેન્દ્ર યાદવ અને ખેડુતપુત્ર કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ પધારી રહયા છે આ કાર્યક્રમમા ખેડૂત આગેવાનોએ તમામ રાજકીય પક્ષોને પોતાનો ખેસ ઉતારી સહભાગી થવા આહવાન કર્યું છે.