🥳🌳🥳🌳🥳🌳🥳🌳🥳🌳🥳🌳
ગોંડલ ના વતની દયાળુદાતા ના સહયોગ થી ગોંડલ ના સમાજસેવી હિતશભાઈ દવે ના સહકાર થી ગોંડલ તાલુકાના વાવડીવીડો ગામની સરકારી પ્રાથમિક શાળા ના બાલવાડી થી ધોરણ 8 સુધીના ગરીબ પરિવારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પહેલા કદમ પુસ્તિકા,કંપાસ,બોલપેન,શૈક્ષણિક કીટ,નોટબુક,રજીસ્ટર,સ્કેચપેન,પૌસ્ટિક બિસ્કિટ પેકેટ ની ભેંટ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી..
આ પ્રસંગે આર.ડી.મહેતા નિવૃત ચીફ એન્જી.,હિતેશભાઈ પંડયા ના સથવારે શાળા ના નિવૃત આચાર્ય વોરાસર ના શુભ હસ્તે વિતરણ કરતા સમાજસેવી હિતેશભાઈ દવેએ વિદ્યાર્થીઓને જીવન માં ઉચ્ચ અભ્યાસ નું મહત્વ અને નિયમિત શાળા માં હાજરી આપવાથી થતા અભ્યાસ ના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપેલ હતું,હીતેશભાઈ પંડ્યા એ માનવ જીવન માં તંદુરસ્તી અને તંદુરસ્ત શરીર ના ફાયદાઓ વિશે જણાવ્યું હતું.આર.ડી.મહેતાસાહેબ એ દરરોજ માતાપિતા ને પગે લાગવું અને તેમનો આદર કરવા વિશે સમજ આપી હતી..
હિતેશભાઈ દવે તરફથી શાળા ને પાણી બચાવવાના વિવિધ ઉપાયો ની જાગૃતિ માટે એક બેનર શાળા ને ભેટ આપી માનવજીવન માં પાણી નું મહત્વ સમજાવવા,જાગૃતિ લાવવા પ્રયાસ કરેલ..
શાળાના આચાર્યાશ્રી એ દયાળુદાતા, હિતેશભાઈ દવે,મહેતા સાહેબ,હિતેશભાઈ પંડ્યા દ્વારા ગરીબ બાળકોને શૈક્ષણિક ઉપયોગી સાધનો અને પુસ્તિકા ની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરતા સૌની ઉમદા ભાવના ની સરાહના કરી હતી…