ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી.

 


• ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર : દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર ૨૫ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે.

દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. વર્ષ ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, વર્ષ ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬, વર્ષ ૨૦૧૯માં ૧,૩૯, ૧૨૩, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨, વર્ષ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩, વર્ષ ૨૦૨૨માં ૧,૭૧,૯૨૪ લોકોએ એમ કુલ ૯,૯૨,૫૩૫ લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે. ત્યારે અહંકારી ભાજપા શાસકો જનતા માટે ક્યારે વિચારશે?
‘અચ્છે દિન’, ‘ખેડૂતોની આવક બમણી’, ‘દર વર્ષે બે કરોડ રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.

 

શહેર-જીલ્લાનું નામ ૨૦૨૦-૨૧ ૨૦૨૧-૨૨ ૨૦૨૨-૨૩
આત્મહત્યા આત્મહત્યાનો પ્રયાસ આત્મહત્યા આત્મહત્યાનો પ્રયાસ આત્મહત્યા આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદ શહેર ૧૦૫૩ ૨૯૯ ૧૧૦૮ ૩૩૮ ૧૧૧૯ ૩૨૧
સુરત શહેર ૯૧૫ ૩૧૩ ૯૯૭ ૪૩૯ ૯૫૦ ૩૩૬
રાજકોટ શહેર ૪૩૪ ૦ ૪૧૦ ૦ ૪૪૩ ૦
રાજકોટ જીલ્લો ૪૭૩ ૦ ૫૦૯ ૦ ૪૪૧ ૦
જુનાગઢ જીલ્લો ૩૩૦ ૦ ૩૭૪ ૦ ૩૬૩ ૦
વલસાડ ૩૩૩ ૨૨૮ ૨૬૧ ૧૦૩ ૨૯૮ ૯૯
જામનગર જીલ્લો ૨૭૪ ૧૪૩ ૨૯૨ ૧૨૨ ૨૮૦ ૧૧૨
ભાવનગર જીલ્લો ૩૩૪ ૧૧૬ ૩૦૯ ૫૯ ૨૭૧ ૪૬
મહેસાણા ૧૬૭ ૨૪ ૨૦૬ ૩૩ ૨૭૦ ૭૭
સુરત જીલ્લો ૨૭૦ ૪૮ ૩૧૫ ૪૪ ૨૬૯ ૩૬
વડોદરા શહેર ૩૦૦ ૨૯૩ ૨૯૨ ૩૦૪ ૨૪૪ ૨૭૬
અન્ય ૩૨૪૨ ૮૮૦ ૩૫૪૦ ૮૭૪ ૩૫૯૦ ૯૧૬
કુલ ૮,૩૦૭ ૨,૩૪૪ ૮,૬૧૩ ૨,૩૧૬ ૮,૫૩૮ ૨,૨૧૯

 

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.