ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ભુણાવા થી મહીકા ગામ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી છોટા હાથી ગાડી પકડી પાડતી ..

ગોંડલ સર્કલ પો.ઇન્સશ્રી એસ.જી. રાઠોડ સાહેબ તથા પો.સબ.ઈન્સ. આર.જે.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર આર સોલંકી સ્ટાફ સાથે ભુણાવા ગામ વિસ્તારમાં ના.રા. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.કોન્સ રવિરાજસિંહ વાળા તથા રણજીતભાઈ ધાધલ નાઓને ખાનગીરાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ કે ભુણાવા વિસ્તારમાં મામાદેવનાં મંદીરની આજુબાજુ છોટા હાથી રજી.નં. GJ 03 AX 2098 વાળામાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી નીકળનાર હોય તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા અશોક લેલન કંપનીના છોટા હાથી રજી.નંબર GJ 03 AX 2098 માંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૧૩૬૩ કિ.રૂા.- ૫,૫૭,૨૦૦/- તથા છોટા હાથી ની કિ.રૂા.૨,૦૦,૦૦૦/- ગણી તથા બે મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૭,૭૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપી(૧) વિજય કિશોરભાઇ પરમાર જાતે-કોળી ઉ.વ.૨૨ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે, ગોંડલ સરકારી હોસ્પિટલ સામે આવેલ ખાડામાં નદીનાં કાંઠે મામાદેવના મંદિર પાસે ગોંડલ તા.ગોંડલ જી.રાજકોટ(૨) પાર્થ ઉર્ફે ગુડુ ભીખાભાઈ ડાભી જાતે-કોળી ઉ.વ.૨૪ ધંધો- રીક્ષા ડ્રાઇવિંગરહે, કપુરીયા ચોક પાસે, બાપા સિતારામ ની મઢુલી આગળ ઘરઘંટી ની બાજુમાં જડીબેન ભરવાડ ના ઘર ની સામે ભાડા ના મકાનમાં ગોંડલ તા.ગોંડલ જી.રાજકોટપકડવા પર બાકી આરોપી(૩) રાજુભાઇ ભીખાભાઇ પરમાર રહે, ગોંડલ(૪) ભાવેશભાઇ દુધરેજીયા/બાવાજી રહે, ગોંડલ*પકડાયેલ મુદામાલ*(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૩૬૩ કિં.રૂા.- ૫,૫૭,૨૦૦/-(૨) અશોક લેલન કંપનીના છોટા હાથી રજી.નંબર GJ 03 AX 2098 કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(૩) બે મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭,૭૬,૨૦૦/-કામગીરી કરનાર ટીમ-મુદામાલ કુલ કિ.રૂ.૪.૫૧,૮૦૦/-(૧) P.S.I. આર.જે.જાડેજા (૨) P.S.I.આર.આર.સોલંકી (3) H.C. મયુરધ્વજસિંહ રાણા (૪) H.C. પ્રતાપસિહ સોલંકી (૫) H.C.કિશનભાઇ ચાવડા (s) P.C. રવિરાજસિંહ વાળા (8) P.C. રણજીતભાઇ ધાધલ (૮) P.C. સંજયભાઈ મકવાણા (૯) P.C. રાજદેવસિંહચુડાસમા (૧૦) P.C. જયસુખભાઈ જીંજાળા (૧૧) P.C. ભગીરથભાઈ વાળા (૧૨) P.C.મુકેશભાઇ મકવાણા

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.