ભાવનગર તાલુકાની શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ – કલેકટર આર.કે.મહેતા સાહેબની અધ્યક્ષતામાં અને ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવેશ મહોત્સવ ઊજવાઈ ગયો. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે
ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની ગ્રાન્ટમાંથી ફરિયાદકા પ્રાથમિક શાળાને અંદાજીત બે લાખ રૂપિયાની કિંમતની સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક કાર્યકર શ્રી મનજીભાઈ મકવાણાના હાથે સાઉન્ડ સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ ફાળકી, તાલુકા ભાજપ પ્રમુખ રામભાઈ આહીર, તાલુકા મહામંત્રી અજયભાઈ ચૌહાણ તથા કુલદીપસિંહ રાઠોડ, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી હિંમતભાઈ રાઠોડ તથા ગ્રામ આગેવાન એસ.એમ.સી. પ્રમુખ અલ્પેશભાઈ પઢારિયા, સુરેશભાઈ રાઠોડ તથા વહીવટદાર શ્રી લાખાભાઈ અને તલાટી મંત્રી શ્રી જગદીશભાઈ તથા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકાના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
Author: ભાગવત ભૂમિ
Hi