શ્રાવણ માસ દરમિયાન 05 ઓગસ્ટથી આગામી એક માસ સુધી અમરેલી-વેરાવળ-અમરેલી મીટરગેજ ટ્રેનના સમયમાં ફેરફાર

 

 

યાત્રિયોની સુવિધા માટે, શ્રાવણ માસ દરમિયાન 05મી ઓગસ્ટ, 2024 થી આગામી એક મહિનો એટલે કે 04.09.2024 સુધી પશ્ચિમ રેલ્વે દ્વારા અમરેલી-વેરાવળ વચ્ચે દોડતી અમરેલી-વેરાવળ-અમરેલી દૈનિક મીટરગેજ ટ્રેન (09292/09505)ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેન 05.08.2024 થી 04.09.2024 દરમિયાન અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08.50 કલાકને બદલે 05.40 કલાકે ઉપડશે અને તેના નિર્ધારિત સમય 13.50 કલાકના બદલે 10.30 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે. તે મુજબ અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર થશે.

ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી મીટરગેજ ટ્રેન 05.08.2024 થી 04.09.2024 દરમિયાન વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે અને તેના નિર્ધારિત સમય 18.05 કલાકને બદલે 19.10 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે. તે મુજબ અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર થશે.

નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનોના સમયમાં માત્ર શ્રાવણ માસ દરમિયાન જ ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ દોડશે.

આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

 

 

Leave a Comment

Read More