ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. મૂળ રામપરા ગામના વતની હાલ રાજકોટ સ્થિત હિંમતભાઈ જાંબુકિયા દ્વારા ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા તમામ બાળકોને વિનામૂલ્યે ફૂલસ્કેપ ચોપડાનું વિવરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અવારનવાર દાન આપી શાળામાં આર્થિક સહયોગ પૂરો પડેલ છે. ગત વર્ષે શાળામાં પ્રવેશ દ્વાર બનાવી આપેલ, નવરાત્રી મહોત્સવમાં શાળાની બાલિકાઓને ભેટ આપેલ તથા વિવિધ પ્રવૃત્તિમાં ઉત્તમ દેખાવ કરનાર શાળાના બાળકોને અવારનવાર વસ્તુ સ્વરૂપે ભેટ આપતા રહેલ છે.
વિવિધ ક્ષેત્રે આર્થિક સહયોગ આપી સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો અને ગામજનોએ આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi