ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વિના મૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ 1 થી 10 વર્ષ ના બાળકોને

*
તા.24મી ઓક્ટોબર ગુરુવારે….વિનામૂલ્યે આપવામાં આવશે….
💁‍♂️🥳💁‍♂️🥳💁‍♂️🥳💁‍♂️🥳💁‍♂️🥳💁‍♂️🥳💁‍♂️🥳

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા સ્વ. કનુદાદા જોશી પરિવાર ના સથવારે તારીખ 24મી ઓક્ટોબર ગુરુવારે ગુરુપુષ્ય અમૃત યોગ અન્વયે પંચવટી સોસાયટી,સહજાનંદનગર, મહાકાળીનગર,રામ નગર,ભવનાથ નગર 1-2તેમજ ગોંડલ શહેર ની કોઈપણ સોસાયટીના 1થી10 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવાનું આયોજન કરવામાં આવેલ છે..
તેમજ ગોંડલ આસપાસની ઝૂંપડપટ્ટીના અભ્યાસ કરતા બાળકોને પણ આ સુવર્ણપ્રાશન ઔષધ મૂલ્યે આપવામાં આવશે..
વૈદિક પદ્ધતિથી અને અમૂલ્ય ઔષધોથી તૈયાર થયેલ આ સુવર્ણપ્રાશન ઔષધ બાળકોનો બૌધિક, શારીરિક અને માનસિક વિકાસ માં તેમજ તંદુરસ્ત શરીર નિર્માણ માં ખૂબ જ ઉપયોગી ઔષધ શાસ્ત્રોક્ત પદ્ધતિ થી તૈયાર કરી ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી પરિવાર તરફથી સ્વ. કનુભાઈ બી.જોશી ની સ્મૃતિ માં1 થી 10 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે…..
*આ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન સેવા હિતેશભાઈ દવે ના નિવાસ સ્થાને સ્નેહ કુંજ..પંચવટી સોસાયટી,ગણપતિ મંદિર સામે, રેલ્વે સ્ટેશન પાછળ,* તા.24મી ઓક્ટોબર ગુરુવારે સવારે 10 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધી સેવા નો લાભ મળશે.
પંચવટી સોસાયટી,સહજાનંદ નગર રામનગર ,ભવનાથનગર1-2તેમજ સમસ્ત ગોંડલ શહેર ના બાળકો ના સર્વાંગી વિકાસ માટે આ સેવા વ્યવસ્થાનો લાભ લ્યે તેવી અપીલ કરવામાં આવેલ છે..
હિતેશભાઈ દવે દ્વારા શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ પીવરાવવામાં ગઆવશે…જેમાં કિરણબેન દવે, બીટુબેન દવે સહયોગ કરી રહ્યા છે…..મોબા.નં.9909987711….

Leave a Comment

Read More