વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનાં બરવાળા અને દેવપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન

રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનાં બરવાળા અને દેવપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.૦૬ ડિસેમ્બરના રોજ કુંદણી અને લીલાપુર ગામમાં તથા તા.૦૭ ડિસેમ્બરના રોજ કમળાપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, પોષણ કીટ સહિતના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. ડ્રોન ટેકનોલોજીની મદદથી દવાનો છંટકાવ કઈ રીતે કરી શકાય તે માટે ડ્રોન નિર્દશન પણ યોજાયું હતું. લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે “ધરતી કહે પુકાર” કૃતિ પણ રજુ કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી સહિત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આંકડા વિસ્તરણ અધિકારીશ્રી એમ.બી. સોલંકી, પંચાયત વિસ્તરણ અધિકારીશ્રી આર.આર. જાંબુકિયા, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Read More