માંડલ તાલુકાના કરસનપુરા ગામના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ વિવિધ સરકારી યોજના વિષે જાણકારી મેળવી

કરસનપુરાના નિવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો, ‘મેરી કહાની, મેરી જુબાની’ સાથે સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ મુક્યા

સમગ્ર ભારતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તે અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કરસનપુરા ગામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 25 જાન્યુઆરી, 2024 સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, આ જનકલ્યાણકારી યોજનાઓ વિશે લોકો જાણી તે યોજનાઓનો લાભ લે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

કરસનપુરા ગામમાં અંદાજિત 359 લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 186 લોકોના આરોગ્યની તપાસ કરી ટીબીની તપાસ પણ કરવામાં આવી હતી. ‘માય ભારત’ હેઠળ 9 સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 3 લોકોને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 2 મહિલાઓ, 5 વિદ્યાર્થીઓ, 2 લોકલ રમતવીરો, 3 લોકલ કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની યોજના ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ 2 લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સમગ્ર ગામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો હતો. એક ખેડૂતનું સોઇલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતાં 31 ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, 215 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી તેમાંથી 178 લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા સદસ્ય શ્રી રોહિતભાઈ જાદવ, કરસનપુરાના સામાજિક કાર્યકર શ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા સદસ્ય શ્રી મહેશભાઈ ચાવડા અને કરસનપુરા ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
**

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More