મુળી તાલુકા ના ખેડૂતો ને સૌની યોજના હેઠળ પાણી દ્વારા તળાવ ભરવા માટે ચલકચલાણુ રમત

ભાજપ-આપ દ્વારા ખેડૂતોના ગુમરાહ કરી પાણી થી રખાયા વંચિત–કીશાન કોગ્રેસ

મુળી તાલુકાનાં ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતો એ રવિપાક નું વાવેતર કરેલ હોય જેમાં દુધ‌ઈ ટીકર સરલા સુજાનગઢ ગઢડા ખંપાળીયા વડધ્રા રાણીપાટ સાગધ્રા દાધોળીયા ભેટ ના ખેડૂતો એ જીરૂ વરીયાળી ચણા ઘંઉ ધાણા જેવા રવિપાક નું વાવેતર મોટાપ્રમાણમા કરેલુ ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરીયાત ઉભી થતા ભાજપ અને આમ આદમી પાર્ટી જશ ખાટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતો સૌની યોજના ના પાણી થી વંચિત રહેવા પામેલ છે અને રાજકારણ નો ભોગ ખેડૂતો બનતા હોય તેમ કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા એ જણાવ્યું હતું હાલ પાણી ની ખાસ પાક ને જરૂર હોય તેવા સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી જેની જોરશોર થી જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતો ને છેલ્લા પાણી થી જાણી જોઈને વંચિત રાખવામાં આવેલ છે અને ખેડૂતો નો ઉભો પાક જીવન મરણ ના ઝોકા ખાઈ રહ્યા છે ત્યારે સસ્તી પ્રસિધ્ધી માટે રીતસર આપ -ભાજપ મેદાને પડયા છે જેમાં કચ્ચરઘાણ ખેડૂતો નો અને તેઓના પાક નો બોલી રહ્યો છે

બોક્ષ– મુખ્ય ઈજનેર ચાંઉ ની રાજકીય હાથા તરીકે ઉપયોગ
અમોએ ઈજનેર ચાંઉ સાહેબ નો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓ એ ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી ત્યારે આ અધિકારી ભાજપ ના એક આગેવાન નો હાથો બની નીચેના અધિકારી ને દબાવી ખેડૂતો ને પાણી ન આપવા દબાણ કરી રહ્યા છે ગ‌ઈકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ધસી ગયા હતા ત્યારે આ જ અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી બાદ પાણી ન આપવા કડક વલણ દાખવેલ હતું અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારી ઉપર દબાણ કરેલ હતું

બોક્ષ– પાણી પુરવઠા મંત્રી ની ઓફિસ થી અધિકારી ઉપર ફોન થયા

મુળી તાલુકાનાં ખેડૂતો ને પાણી હાલ વિતરણ ન કરવામાં આવે તેવા ફોન ગાંધીનગર થી આવેલા અને હાલ વાલ્વ બંધ રાખવા ની સુચના આપવામાં આવેલ ત્યારે મુળી ભાજપ ના નેતાઓએ ઉપર થી ફોન કરાવી પાણી બંધ રખાવેલ હોય તે ખેડૂતો ને ખબર પડી જતા હવે બે દિવસ બાદ ભાજપ ના કોઈ નેતા પાણી છોડશે તેમ લાગી રહ્યું છે

બોક્ષ–ખેડૂતો ને પાણી અમો એ આપેલ તેવા જસ ખાટવા માટે ભાજપ આપ હવાતીયા મારી રહ્યા છે આપ નેતાએ ખેડૂતો ને સાથે રાખી કચેરી એ ઘેરાવ કરેલ ત્યારે વાલ્વ ખોલવામાં આવશે બાંહેધરી આપી હતી અને રાત્રે જ ભાજપ આગેવાન મળી ને આ જસ આપપાર્ટી ને જશે માટે હાલ પુરતું બંધ રાખવા માટે રીતસર દબાણ ઉપર થી લાવેલ હતા

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More