ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત *“દક્ષિણ દર્શન યાત્રા”* માટે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે ૨૦.૦૧.૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરથી દક્ષિણ દર્શન યાત્રા માટે રવાના થશે.
આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીની રહેશે. આ દક્ષિણ દર્શન યાત્રા દરમિયાન IRCTC કાંચીપુરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ, રામેશ્વરમ, મદુરાઈ અને તિરુપતિ જેવા ધાર્મિક સ્થળોએ લઈ જશે. IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, આ પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સુપિરિયર ક્લાસ- 2AC માટે રૂ. ૪૯,૫૦૦/-, કમ્ફર્ટ ક્લાસ -3AC માટે રૂ. ૩૫,૫૦૦/- અને ઈકોનોમી ક્લાસ – (સ્લીપર) માટે રૂ. ૨૨,૦૦૦/-ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુના અને સોલાપુરથી બેસી શકશે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પૅકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફ બોર્ડ શુદ્ધ શાકાહારી ભોજન આપવામાં આવશે. પ્રવાસની માહિતી આપવા માટે આ ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે.ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. IRCTC દ્વારા આ પ્રવાસમાં મુસાફરોનો વીમો પણ સામેલ છે.
આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરી શકે છે.