Search
Close this search box.

Follow Us

ઘાંટવડ ખાતે કલાત્મક તાજીયા કાઢી ધામધૂમ પુર્વક મોહરમ ની ઉજવણી કરવામાં આવી 

ઘાંટવડ માં કોમી એકતા નાં દર્શન હિન્દુ સમાજ ના આગેવાનો એ ઢોલ વગાડ્યા 

કરબલાના મેદાનમાં સત્ય અને ન્યાય માટે પોતાની જાન ન્યોછાવર કરનાર ‘હઝરત ઈમામ હુસૈન’ની યાદમાં દર વર્ષે ઈસ્લામીક કેલેન્ડરના પ્રથમ માસ મહોરમમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ મનવવાના આવે છે જેમાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજીયા પટેલ આદમ ભાઈ જુમ્મા ભાઈ ચૌહાણ ની આગેવાની હેઠળ બનાવવા માં આવ્યા હતા મોહરમ પર્વ નિમિતે 1 થી 10 મિલાદ ન્યાઝ તેમજ તાજીયા કાઢી માતમ મનાવવામાં આવ્યું હતું પરંપરાગત રીતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઘાંટવડ મુસ્લીમ વિસ્તારોની ગલી ગલીમાં તાજીયાનું સમસ્ત મુસ્લીમ જમાત દ્વારા કલાત્મક તાજિયા બનાવાયાં હતા આ તાજીયા ગઈકાલે પડમાં આવ્યા હતા જેને પગલે સમાજના લોકો શહીદોની યાદમાં ઘેરાયા હતા આજે ઝૂલસ નીકળ્યું હતું કે મહોર્રમ માસ આવતા જ મુસ્લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે આશુરાના દિવસે મુખ્ય માર્ગો પર તાજીયાના ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જાડાયા હતા બાદમાં રાત્રે તાજીયા ની દફન વિધિ કરવામાં આવી હતી તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ ૧૦ રાત્રી હુસેની મજાલિસો યોજાય છે અને ઠેરઠેર સબિલો બનાવી તેના દ્રારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે જેમાં સાંજ પડતાં જ જે તે સબિલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલિસોમાં પણ ભાઇ બહેનો મોટી માત્રામાં ઉમટી પડયા હતા તેમજ મોહરમ પર્વ ઉપર કોમી એક્તા નાં દર્શન નજરે પડ્યાં હતાં જેમાં હિન્દુ સમાજ ના ભાઈઓ પણ માતમ કર્યું અને ઢોલ પણ વગાડ્યો હતો તાજીયા બનાવવાં ની કામગીરી ઈમાન નાં ખાદીમ હારૂન શા રફાઇ ની નજર હેઠળ તેમના અને અને તેમની ટીમ દ્વારા તાજીયા બનાવવા માં આવ્યા હતા મોહરમ પર્વની ઉજવણી ને ઘાંટવડ ખાતે બીટ જમાદાર જીતુભાઇ ગોહેલ દ્વારા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી સરાહનીય કામગિરી કરવામાં આવી હતી

 

*રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર*

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More