રાષ્ટ્રીય કીશાન દિવસ નિમીતે ખાસ નાટક ભજવાયુ “ધરતી કરે પુકાર
મુળી તાલુકાનાં દુધઈ ગામે પ્રાથમિક શાળા માં આજે વિકસીત સંકલ્પ ભારત યાત્રા રથ આવી પહોચ્યો હતો જેનુ ગામ પંચાયત ગામજનો અને વિધાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત સરકાર ની વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી અને અધિકારીઓ મહેમાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યુ હતું જેમાં સોનગ્રા સાહેબ પરમાર સાહેબ જાડેજા સાહેબ સહિત તાલુકા ટીમ હાજર રહ્યા હતા જેમાં દુધઈ આગેવાનો સરપંચ ઉપ સરપંચ પુર્વ સરપંચ ભગવાન ભાઈ રબારી, જોરૂભાઈ કરપડા, તલાટી કમ મંત્રી, રામકુભાઈ કરપડા, અને સભ્યો સગ્રામભાઈ હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દુધઈ પ્રાથમિકશાળા ના આચાર્ય કાળીયા સાહેબ દ્વારા કરવામાં આવેલ સાથે સમગ્ર શિક્ષક ટીમ ખડેપગે વ્યવસ્થા કરેલ અને વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના,રાસ,નાટક પરંપરાગત પહેરવેશ પહેરી રજુ કરવામાં આવેલ હતા સાથે ટી.વી શો યોજવામાં આવેલ હતો જેમાં મોટીસંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર પરમાર ભગીરથ સિંહ મુળી