(1) છેલ્લા 4 વર્ષથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ કાર્યરત છે
(2)સહયોગ રૂપે એસ ટી ડેપોના કર્મચારીઓનું રક્તદાન
(3) એકત્ર 35 બોટલ શ્રી રામ લેબ ધ્રાંગધ્રામાં આપવામાં આવી
(4) એસ ટી ડેપો અધિકારીઓ સહીત રાજકીય મહાનુભૂવોની હાજરી
(5) પ્રસુતાં અને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના ઉપયોગમાં લેવાશે લોહી
રક્તદાન મહાદાન છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા સાચા ભાવથી સહભાગી બનતા ધ્રાંગધ્રાવાસીઓ અવારનવાર રક્તદાન કેમ્પમાં ભાગ લેતા હોય છે. ધ્રાંગધ્રાના તમામ પ્રશાસનિક વિભાગો પણ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સાથે રક્તદાન કેમ્પ યોજી સહભાગી બને છે ત્યારે હાલ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સ્વછતા અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિનો આદર્શ અભિગમ અપનાવ્યો છે જેના ભાગ રૂપે આજે ધ્રાંગધ્રા એસ ટી ડેપો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે યાત્રી ગણ પણ રક્તદાન કેમ્પમાં જોડાઈને 40 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું જેને પ્રસુતાં મહિલાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઈલાજ માટે હાલમાં જ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના ઉત્તમ સહકાર થી શરુ થયેલ શ્રી રામ લેબમાં અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી રામ લેબ દ્રારા લોહીની આકસ્મિક જરૂરિયાતમાં આજે રક્તદાન કરેલ તમામ રક્તદાતાના પરિવાર માટે આવતા 4 મહિના સુધી લોહીની બોટલ તત્કાલ અને ફ્રી આપવામાં આવશે. આદર્શ સેવાકીય ભાવથી યોજાયેલ એસ ટી ડેપોના આ રક્તદાન કેમ્પમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ધ્રાંગધ્રા ભાજપ સંગઠન, પાલિકા પ્રમુખ સહીત એસ ટી ડેપો ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ: રવિરાજ સિંહ પરમાર….. ધાંગધ્રા