કોર્ટ દ્વારા રીપેરીંગ ઉપર રોક લગાવવા માં આવેલ
થોડા સમય પહેલ ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલમાં આવેલ રાજાશાહી સમય ના બે પુલો; મોંઘીબા કન્યા છાત્રાલય તથા પાંજરાપોળ થી સામા કાંઠા ને જોડતા ઐતિહાસીક પુલો નું સમારકામ શરુ કરવાં આવેલ.
પરંતુ એક જાગૃત નાગરિક દ્વારા કોર્ટ માં જાહેર હિતની અરજી કરવામાં આવેલ. અરજી નો મુખ્ય મુદ્દો પુલ નું સમારકામ બરાબર થઇ રહ્યું છે કે નહિ તે જોવાનો હતો. પુલના સમારકામ નો કોન્ટ્રાકટ પ્રાઇવેટ કંપની ને આપવામાં આવેલ.
નામદાર કોર્ટ દ્વારા 30 નવેમ્બર 2023 ના રોજ આદેશ આપવામાં આવેલ કે મોરબી પુલ હોનારત પછી એવી બીજી હોનારત ના થાય તેની તકેદારી લેવાની ખાસ જરૂર છે. આ મુદ્દા ને ધ્યાન માં રાખી ને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવેલ છે કે ઐતિહાસીક પુલો નું રીપેરીંગ કામ કન્ઝર્વેશન આર્કિટેક્ટ ની સલાહ લઇને કરવું. કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે આ આર્કિટેક્ટ સરકાર ના આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટ પાસે થી અથવા તો ઇન્ટેક સંસ્થા કે જે હેરિટેજ કન્સર્વેશન ના ક્ષેત્રે ભારત માં ખુબજ ઉપયોગી કામ કરી રહી છે તેઓ પાસે આ કામ સચોટ પદ્ધતિઓ થી કરાવવુ જરુરી છે.
દિલ્હી સ્થિત ઈંટાક નોન-પ્રોફિટ સંસ્થા ના રાજ્કોટ ચેપટર ની ટીમમાં કન્ઝર્વેશન આર્કિટેક્ટ,
ઘણા એક્સપર્ટ આર્કિટેક્ટ્સ અને અન્ય તજજ્ઞો મેમ્બર છે. સરકાર ના કહેવાથી રાજકોટ ઇન્ટેક દ્વારા આ પુલો નો અત્યંત જરુરી તથા પદ્ધતિસર સર્વે કરવામાં આવેલ અને તેનું રીપેરીંગ કેમ કરવું તેનો રિપોર્ટ તૈયાર કરી ને તંત્ર ન સુપ્રત કરવામાં આવેલ છે. રાજકોટ ઇન્ટેક ના પ્રમુખ આર્કિટેક્ટ રિધ્ધિબેન શાહ ના જણાવ્યા મુજબ “તંત્ર ની માંગ હોવા થી તત્કાળ ધોરણે ઇન્ટેક રાજકોટ દ્વારા કન્ઝર્વેશન આર્કિટેક્ટ, અન્ય તજજ્ઞ આર્કિટેક્ટ્સ તથા એન્જીન્યર્સ દ્વારા આ પુલ નો આખો રિપોર્ટ તૈયાર કરવાં આવેલ છે. ઇનટેક ટીમ દ્વારા આ સો થી વધુ વર્ષ જુના પુલો નું દસ્તાવેજીકરણ કરવામાં આવેલ છે અને સમારકામ માટે રીપેર તથા રેસ્ટોરેશન અર્થે જરૂરી વયુહરચના પણ સુપ્રત કરવામાં આવેલ છે.” રિધ્ધિબેન સાથે ઇન્ટેક મેમ્બર્સ કન્ઝર્વેશન આર્કિટેક્ટ રુપેશ પટેલ, આર્કિટેક્ટ દિવ્યેશ પરસાણા ના નેતૃત્વમા આર્કિટેક્ટ દુષ્યંત પરમાર, ધૃવિત રામાણી, પ્રણવ દેથરીયા, પાર્થ કાચા, ઉવેઇસ દેથા, તથા શિવમ લાલકિયા ના સહયોગ દ્વારા આ કાર્ય ને પુર્ણ કરવામા આવ્યુ હતુ.
ઇન્ટેક સંસ્થા સમયાંતરે આપણા ધરોહર ની જાણવણી અંગે ઉપયોગી પ્રવૃતિઓ જેમ કે હેરિટેજ ક્વિઝ, હેરિટેજ ફોટોવોક, તથા દસ્તાવેજીકરણ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લા ને મદદરૂપ કાર્યો યોજે છે.
ઇન્ટેક રાજકોટ સંસ્થા ના તમામ સભ્યો નો સરકાર ને આ રીપોર્ટ દ્વારા અનુરોધ કરવામા આવે છે કે આપણો વારસો એ આપણી જવાબદારી છે અને એને સાચવવા આપણે કોઇ બેદરકારી ના દાખવવી જોઈએ.