Search
Close this search box.

Follow Us

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે વિકસિત ભારત સંકલ્પ રથનું ગામના બાળક થી લઈને વૃધ્ધો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગ્રામીણ પ્રજા ની અનોખી સેવા.

ધારાસભ્ય અને જીલ્લાના પદાધિકારીઓ તેમજ 20 વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

સમગ્ર ગુજરાતમાં ઠવી એક જ એવુ ગામ છે જ્યાં 90 ચેકડેમ અને તળાવો આવેલ છે.

આખું ગામ કેસર આંબા ની કલમો બનાવી સમગ્ર વિશ્વમાં પહોંચાડી રહ્યાછે.

સાવરકુંડલા તાલુકામાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ દરમિયાન ઠવી ગામે પહોંચ્યો હતો જ્યાં ગામના નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોથી માહિતગાર કરવામાં આવ્યા અને વિવિધ યોજના અને સહાયો ના ફોર્મ ભરાયા હતા તેમજ મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકોનું વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું ઠવી ગામે આરોગ્ય કેમ્પમાં લોકોની આરોગ્ય તપાસણી, સ્થળ, ડાયાબિટીસ, બી.પી., ટીબી વગેરે મેડિકલ ઓફિસર ડોકટર પારઘી અને તેમની હેલ્થ વિભાગ ની ટીમ દ્વારા કરવામાં આવી હતી સાથે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરી ગામમાં સોટકા આયુષ્યમાન કાર્ડ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ઠવી ગામના એક હજાર જેટલા નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી સ્થળ પર લાભો લીધા હતા

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ના લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરી ગેસની કિટો અને બાટલા વિતરણ ઠવી ગામના અગ્રણી અશોકભાઈ ખુમાણ ના હસ્તે કરાયું હતું મેરી કહાની મેરી ઝુબાની ના લાભાર્થી વિજયભાઈ ખુમાણ દ્વારા પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી માટેની તટસ્થ અને સચોટ માહિતી ઠવી આને આસપાસ ના ગામો તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને આપવામાં આવી હતી ઠવી ગામના એક હજાર ભાઈઓ બહેનો ગ્રામજનો દ્વારા વિકસિત ભારત નો સંકલ્પ સાવરકુંડલા લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા લેવડાવ્યા હતા

જમીન આરોગ્ય ચકાસણી નિદર્શનનો લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો ગ્રામજનો ના જનધન ખાતાં, પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતો બે હજાર વાર્ષિક ત્રણ હપ્તા માટે ના ફોર્મ તેમજ કે.વાય.સી. સ્થળ પર જ ઈગ્રામ દ્વારા ગ્રામ પંચાયત ના ઓપરેટર પરેશ મકવાણા દ્વારા ખેડૂતો લાભ અપાવ્યો હતો જળ જીવન મિશન અંતર્ગત ઠવી ગામ ના દરેક ઘરે હર ઘર જલ યોજના મારફત નળ થી પાણી આપવામાં આવી રહ્યુંછે તેમજ સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ ન થાય તે માટે દરેક કુટુંબો ને શૌચાલય બનાવી આપવાની સુવિધાના લાભો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું ઠવી ગામના નાગરિકોએ તેમના જમીનને લગતા રેકર્ડસનું ડિજિટલાઇઝેશન પણ સ્થળ પરજ કરાવ્યું હતું સાવરકુંડલા તાલુકામાં આગામી 2 જાન્યુઆરી 2024 સુધી સંકલ્પ રથ પરિભ્રમણ કરશે જેમાં સાવરકુંડલા તાલુકા છેવડા ના ગામ સુધી વંચિતોના જીવન ધોરણમાં વિવિધ સરકારી યોજનાકીય સહાયથી સકારાત્મક પરિવર્તન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાછે ત્યારે સાવરકુંડલા તાલુકાના 79 ગામડા ઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને બહોળો પ્રતિસાદ માટે રાજ્ય સરકાર ની વિવિધ યોજના અને સહાયનો લાભ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહીછે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની યોજનાઓને આવરી લેવામાં આવીછે આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે ઠવી ગામ ખાતે 20 જેટલા ગામ ના લોકોને પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5 ટકાના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આસાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલકીટ પણ આપવામાં આવશે આંગણવાડી ના લાભાર્થી બહેનો ને માતૃશક્તિ, પૂર્ણાંશક્તિ, બાલશક્તિ અને ઘોડિયા કીટ અર્પણ કરવામાં આવી હતી

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે આતકે સાવરકુંડલા લીલીયા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ઠવી ગામ અને અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ ના અગ્રણી અશોકભાઈ ખુમાણ, ઈગ્રામ તાલુકા લેવલ એઝયુકેટિવ અમીતગીરી ગોસ્વામી, તલાટી મંત્રી આસ્થા ખસીયા, મોટાઝીંઝુડા ગામના પૂર્વ સરપંચ ભાભલુંભાઈ ખુમાણ, સાવરકુંડલા નગરપાલિકા પૂર્વચેરમેન પ્રવિણભાઈ કોટીલા, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા જસુભાઈ ખુમાણ, ઈશ્વરીયા દરબાર સુરેશભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શેલણા ગામના સરપંચ મહેશભાઈ જેબલીયા, મોટાભમોદ્વા સરપંચ ભાવેશભાઈ ખૂંટ, ઈ ગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ, તાલુકા વિસ્તરણ અધિકારી કે.બી.કાકડીયા ઠવી ગામના અગ્રણી વિનુભાઈ ડાવરા, આણંદભાઈ ધડુક, પાંચાભાઈ નાગસ, ધીરૂભાઈ કાનાણી, મુકેશભાઈ ઉસદડીયા, ભાવેશભાઈ ધડુક, દેવચંદભાઈ સાવલીયા, જીજ્ઞેશભાઈ પરમાર, યુવા અગ્રણી વીકુગીરી ગોસ્વામી, ગ્રામ પંચાયત ઓપરેટર પરેશ મકવાણા વગેરે ઠવી ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઠવી ગામના એક હજાર ભાઈઓ બહેનો એ વિકસિત ભારતમાં પોતાનો ભાગ ભજવવા શપથ લીધા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More