બાબરા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા લીલી પરિક્રમાના રૂટ પર સફાઈ અભિયાન કરાયું હતું. આ અંગે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક સહિત અનેક વસ્તુઓનો દુરઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવેલ હતું. ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણને સ્વચ્છ કરવા માટે ભગતસિંહ યુવા સમિતિ ના સભ્યો એ
નળપાણી ની ઘોડી થી લઈ સરખડિયા ઘોડી સુધીના માર્ગ રસ્તા પર સફાઈ કરી પ્લાસ્ટિક સહિતના કચરાનો નિકાલ કર્યો હતો. જેમાં 35 જેટલા સભ્યો દ્વારા આશરે 6.5 ટન (260 બોરા) કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાન અમારી સમિતિ દ્વારા કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલી રૂપે અર્પણ કરવામાં આવે છે.
( હિરેન ચૌહાણ બાબરા )