કામ ચલાઉ હોસ્પિટલમાં તબીબો પણ ખડેપગે
આ આયોજન દરમ્યાન કોઈપણ વ્યક્તિ માટે મેડિકલ ઈમરજન્સી સર્જાય, તો તે માટે આ સ્થળે કામચલાઉ મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. ગુજરાત આહીર ડોક્ટર એસોસિએશન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મેડિકલ ટીમની આગેવાની હેઠળ ઉભી કરવામાં આવેલી આ સુવિધામાં અહીં પાંચ જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેમાં વેન્ટિલેટર, મોનિટર ઓક્સિજન સિલિન્ડર, તમામ પ્રકારના ઇન્જેક્શન, સહિતની સુવિધાઓ પ્રાપ્ય બનાવવામાં આવી હતી. આટલું જ નહીં, સતત બે દિવસ અને રાત રાઉન્ડ ધ કલોક તબીબી સારવાર માટે જુદા જુદા ૧૫૦ જેટલા નિષ્ણાત ડોક્ટરોને તેમની ડયુટી પણ સોંપી દેવામાં આવી હતી. આ સમગ્ર આયોજન પણ કાબિલે દાદ બની રહ્યું હતું.
લાખો લોકોએ સમૂહમાં ભોજન લીધું
બે દિવસ દરમિયાન લાખો લોકોએ સમૂહમાં ભોજન પણ લીધું હતું. જે માટે કાર્યકરોની ટીમની જહેમત પણ નોંધપાત્ર બની રહી હતી. કળષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન કળષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું હતું. સમગ્ર દ્વારકા નગરી ભાવિકો, યાત્રાળુઓ તેમજ પર્યટકોથી હાઉસફુલ બની ગઈ હતી. આ કાર્યક્રમને નિહાળવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહીં વિશાળ ડોમ, મંડપ, ર્પાકિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભગવાન શ્રી કળષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. ધાર્મિકતા સાથે સમાજ સંગઠન અને સ્વયંસિસ્તનો આ સમન્વય વિશ્વવિક્રમ રૂપ બની રહ્યો હતો.
– આહિર સમાજના અગ્રણીઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિ – આહિર આગેવાન મુળુભાઈ કંડોરિયાની જમીન પર યોજવામાં આવેલા આ આહિરાણી મહારાસના ભવ્યાતિભવ્ય આયોજનમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ આહિર, વિક્રમભાઈ માડમ, -વીણભાઈ માડમ, ત્રિકમ છાંગા, વાસણભાઈ આહિર, બાબુભાઈ હુંબલ, મુળુભાઈ કંડોરિયા, અંબરીશભાઈ ડેર, ભરતભાઈ ડાંગર, ભીખુભાઈ વારોતરિયા, તેજાબાપા કાનગઢ, મેરામણભાઈ ભાટુ, સહિતના આહિર સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઐતિહાસિક સંખ્યામાં જોડાયા હતા.