Search
Close this search box.

Follow Us

પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનું અચાનક સુગર પ્રમુખ પદેથી રાજીનામુ, સહકારી ક્ષેત્રમાં મચ્યો હડકંપ, જાણો શું છે

સુરતના સહકારી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુગર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાં આ રાજીનામા બાદ હડકંપ મચી ગયો છે. કિરીટ પટેલના રાજીનામા પાછળ શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ખાસ વાત છે કે, કિરીટ પટેલના રાજીનામાને લઇને ચિત્ર આવતીકાલે મળનારી બેઠકમાં સ્પષ્ટ થઇ શકે છે.

સુરત જિલ્લાની સહકારી ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને પદેથી કિરીટ પટેલે રાજીનામુ આપી દીધુ છે. કિરીટ પટેલના રાજીનામા બાદ સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. માજી ધારાસભ્ય અને  સુગર પ્રમુખ કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધુ છે. સુગર પ્રમુખ રાજીનામાને અનેક પ્રકારના તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. રાજીનામાં પાછળ સભાસદોને શેરડીના પૈસા ના ચૂકવ્યા હોવાની તથા વહીવટમાં ગેરરીતિ થઇ હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ના હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે. ઓલપાડ કાંઠા સુગરના પ્રમુખના રાજીનામાંના પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યાં છે, જોકે, હવે આવતીકાલે સુગરની બોર્ડ મિટિંગમાં સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.

સુરતના પાંચ હજાર વેપારીઓને જીએસટીની નૉટિસ, ઓછુ જીએસટી ભરનારા વેપારીઓ પર તવાઇ

જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, હવે આ કડીમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સુરતમાં ઓછુ જીએસટી ફાઇલ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયુ છે. જીએસટી વિભાગે ઓછુ જીએસટી ભરનારાઓને નૉટિસ ફટકારી છે, લગભગ પાંચ હજારથી વધુ વેપારીઓને આ નૉટિસ ફટકારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, સુરતના વેપારીઓ પર જીએસટી વિભાગે શિકંજો કસવાનું શરૂ કર્યુ છે, જેમાં જેને પણ ઓછો જીએસટી ભર્યો છે, તેવા વેપારીઓને કર ભરવા માટે નૉટીસ ફટકારવામાં આવી છે. સુરતમાં 5 હજારથી વધુ વેપારીઓને જીએસટીએ નોટીસ પાઠવી છે. 2017-18ની સ્ક્રૂટીની કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી કરી છે. વર્ષ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. પ્રથમ 8 મહિનામાં ટેક્સની રકમ ગણતરી કરીને યોગ્ય ભરપાઈ નથી કરી તે તમામ વેપારીઓને નૉટિસ મોકલાઈ છે. આ ઉપરાંત શહેરમાં 500થી વધુ કરદાતાઓને ટેક્સ ભરપાઈ કરવા માટે પણ નૉટીસ મોકલાઈ છે. જો 500થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More