Search
Close this search box.

Follow Us

ચૂંટણીપંચે INDIA ગઠબંધનની આશંકાઓ FAQમાં દૂર કરી, EVM-VVPAT અંગે કર્યા ખુલાસા

ચૂંટણીપંચે રાજકીય પક્ષોના તમામ સવાલોના જવાબ આપવા માટે તેના અનેકવાર પૂછાતા સવાલો (Frequently Asked Questions – FAQ) માં સુધારો કર્યો છે. જુલાઈમાં વિપક્ષી દળોના ગઠબંધન INDIA ના સભ્યોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો. આ ચિંતાઓને દૂર કરવા માટે જ ચૂંટણી પંચે તેના FAQ પેજમાં સુધારો કર્યો છે. ચૂંટણી પંચે શું શું જણાવ્યું? આ FAQમાં ચૂંટણીપંચે એ બધું જણાવ્યું કે ભારતીય ઈવીએમ જર્મનીમાં પ્રતિબંધિત ઇવીએમ કરતાં કેટલાં જુદાં છે? શું વીવીપેટમાં પ્રોગ્રામ યોગ્ય મેમરી છે? અને શું ઇવીએમ નિર્માતા વિદેશી માઈક્રોચિપ નિર્માતાઓ સાથે સોફ્ટવેર શેર કરે છે. વિપક્ષે ચૂંટણીપંચ સામે મૂક્યો હતો આરોપ INDIA ગઠબંધને તાજેતરમાં જ એક પ્રસ્તાવ પાસ કર્યો હતો જેમાં કહ્યું હતું કે ચૂંટણીપંચ INDIA ગઠબંધનના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવા ઈચ્છુક નથી. જોકે સૂત્રોના જણાવ્યાનુસાર, ચૂંટણીપંચ પહેલાથી જ ગઠબંધનને જવાબ આપી ચૂક્યું છે. ચૂંટણી પંચના જવાબમાં ઓગસ્ટમાં અપલોડ કરાયેલા ઈવીએમ અંગે સુધારેલા FAQs નો હવાલો અપાયો છે. પંચે સુધારેલા  FAQ 23 ઓગસ્ટે અપલોડ કર્યા હતા અને તેમાં 76 પ્રશ્ન સામેલ હતા. જોકે જૂના વર્ઝનમાં 39 પ્રશ્નોના જવાબો અપાયા હતા. EVM નિર્માતા કંપનીઓ વિશે પણ આપી માહિતી FAQ ના પેજ પર આપેલા નવા સવાલોમાં એવી માહિતી છે કે શું બંને ઇવીએમ નિર્માતા, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ ગુપ્ત સોફ્ટવેર પ્રોગ્રામને વિદેશી ચિપ નિર્માતા કંપનીઓ સાથે શેર કરે છે જેથી તેને ઈવીએમમાં વપરાતા માઈક્રોકન્ટ્રોલર પર કોપી કરી શકાય? તેના જવાબમાં ચૂંટણીપંચે લખ્યું છે કે માઈક્રોકન્ટ્રોલર્સને હાઈ લેવલની સુરક્ષા અને સુરક્ષાના ઉપાયો હેઠળ બીઈએલ/ઈસીઆઇએલ દ્વારા તેમના કારખાનાની અંદર ફર્મવેર સાથે પોર્ટ કરાય છે. 4 લેયરવાળી સુરક્ષિત વિનિર્માણ પ્રક્રિયામાંથી માઈક્રોકન્ટ્રોલરને L3 ક્ષેત્રમાં પોર્ટ કરાય છે જ્યાં ફક્ત નક્કી એન્જિનિયરોને એક્સેસ કાર્ડ અને બાયોમેટ્રિક સ્કેનના માધ્યમથી અધિકૃત પહોંચની મંજૂરી હોય છે. માઈક્રો કન્ટ્રોલરમાં ફર્મવેર  પ્રોગ્રામ લોડ કરવામાં કોઈપણ બાહ્ય એજન્સી ભલે પછી તે સ્વદેશી હોય કે વિદેશી તે સામેલ નથી. VVPAT અંગે શું કહે છે ચૂંટણી પંચ?વીવીપેટ (VVPAT) અંગે ચૂંટણી પંચ લખે છે કે તેમાં બે પ્રકારની મેમરી હોય છે. એક જ્યાં પ્રોગ્રામ નિર્દેશ માઈક્રોકન્ટ્રોલર માટે રખાય છે જેને ફક્ત એકવાર પ્રોગ્રામ કરી શકાય છે અને બીજું જ્યાં ગ્રાફિકલ ઈમેજીસ સ્ટોર કરાય છે જ્યાં ઉમેદવારોના પ્રતીકોને ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ભરાય છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More