સરલા મહિલા ની કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપ્ન ની ચિમકી
મુળી પોલીસ દોડી આવી મામલતદાર સમક્ષ હાજર કરવામાં આવેલ
સરલા ગ્રામ પંચાયત ની આડોડાઈ બહાર આવી છે જેમાં એક મહિલા ત્રસ્ત બનતા હવે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આત્મવિલોપન ની ચિમકી ઉચ્ચારતા તંત્ર દોડતુ થયું છે ત્યારે સરલા ગામે રહેતા હંસાબેન ગોરધનભાઈ પ્રજાપતિ ના મકાન પાસે પીવા ના પાણી ની પાઈપલાઈન લીકેજ હોય અને પાઈપલાઈન ત્રીશ વર્ષ જુની હોય જેની રીપેરીંગ માટે પંચાયત માં સરપંચ ને અનેક રજુઆત કરવા છતાં ઉડાઉ જવાબ આપવામાં આવે છે અને છેલ્લે પંચાયત દ્વારા સ્પષ્ટ શબ્દો માં કહેલ કે રીપેરીંગ કરવામાં નહીં આવે ત્યારે આ મહિલાનો અવાજ દબાવવા નો પ્રયાસ કરવામાં આવેલ હોય ત્યારે કલેક્ટર ને લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી તેમછતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સરલા ગામે સંકલ્પ વિકાસ ભારત યાત્રા આવી પહોંચી ત્યારે તાલુકા ના અધિકારી હાજર હોય તેઓને રજુઆત માટે હંસાબેન ગયેલા ત્યારે સરપંચ દ્વારા કોઈ રજુઆત કરવા દેવામાં આવેલ નહીં ત્યારે આ મહિલાએ એક વિડીયો વાયરલ કરી કલેકટર સુરેન્દ્રનગર ખાતે આત્મવિલોપન ની ચિમકી ઉચ્ચારતા તંત્ર હરકત માં આવેલ હતું અને મુળી પોલીસ દોડી આવી હતી અને તેઓ ને મુળી મામલતદાર કચેરી ખાતે બોલાવી સમગ્ર હકીકત જાણી હતી અને સમજાવટ કરી મહિલાને શાંત પાડવામાં આવેલ હોય અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ને વાકેફ કરી તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું સતત આ પાઈપલાઈન ના પાણી લીકેજ થી તેઓના મકાનમાં મોટી તિરાડો અને પાણી ના ટાકા માં ખરાબ પાણી જમા થાય છે અને મકાન જર્જરિત બની ગયેલ છે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેમ છે સરલા પંચાયત ની બેદરકારી એક મહિલા નું રહેણાંક મકાનમાં મોટી નુકસાની થઈ છે ત્યારે પંચાયત સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરવા માં આવે મહિલાને ન્યાય આપવામાં આવે જણાવેલ અને અતે સમજાવટ થી મહિલાના જામીન લેવામાં આવેલ હતા સમગ્ર મામલો થાળે પાડવામાં આવેલ હતો
રિપોટર પરમાર ભગીરથસિંહ મુળી