Search
Close this search box.

Follow Us

અમરેલી રૂરલ તથા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી, વાહન ચોરીના બે અનડીટેકટ ગુના ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

(૧) અસગરઅલી રસુલભાઈ ભારમલ, ઉ.વ.૬૪, રહે.ચિતલ, વોરાવાડ, તા.જિ.અમરેલી વાળાએ પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જી.જે.૧૪.એલ.૭૪૮૫ કિ.રૂ.૨૩,૦૦૦/- નું ચિતલ ગામે, વોરાવાડમાં બુરહાની ટ્રેડર્સ નામની દુકાન પાસે ગઈ તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પાર્ક કરેલ હોય, જે મોટર સાયકલ કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે અસરગલીએ અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૪૦૦૧૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ.

(૨) રહીમભાઈ ભીખુભાઈ પઠાણ, ઉ.વ.૪૭, રહે. ચમારડી, ચરખા રોડ, તા.બાબરા, જિ.અમરેલી વાળાએ પોતાની ભાર વાહન રીક્ષા રજી. નં. જી.જે.૦૪.ટી.૫૭૪૬ કિ.રૂ.૭૦,૦૦૦/- ની પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય, જે ભાર રીક્ષા ગઈ તા.૦૧/૧૨/૨૦૨૩ નાં રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે રહીમભાઈએ અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ફરીયાદ આપતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૫૪૬/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા મિલકત વિરુધ્ધના ગુનાઓ આચરતા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાય ધરવામાં આવેલ અને આજ રોજ તા.૦૨/૦૧/૨૦૨૪ નાં રોજ અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે માચીયાળા ગામ પાસેથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા પોતે ઉપરોકત ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગત:-

ગોવિંદ ઉર્ફે ગલ્લુ લલ્લુભાઈ પરમાર, ઉ.વ.૨૮, રહે.અમરેલી, વરૂડી રોડ, જગુ પુલ પાસે,

તા.જિ. અમરેલી હાલ રહે. દેત્રોજ ગામ, કડી રોડ, પેટ્રોલ પંપ પાછળ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ

પકડાયેલ મુદ્દામાલની વિગતા-

હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જી.જે.૧૪.એલ.૭૪૮પ કિ.રૂ.૨૩,૦૦૦/- નો

मुद्दामाल.

– પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગત:-

પકડાયેલ ઈસમની સઘન પુછપરછ કરતાં પોતે નીચે મુજબની ચોરીના ગુનાઓ કરેલ હોવાની કબુલાત

આપેલ છે.

(૧) ગઈ તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ સાંજના સમયે ચિતલ ગામે લાતી બજારમાંથી એક દુકાન પાસે પાર્ક

કરેલ મોટર સાયકલનું લોક તોડી, મોટર સાયકલની ચોરી કરેલ, જે અંગે ખરાઈ કરતા અમરેલી રૂરલ

પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૦૧૫/૨૦૨૪, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ ગુનો

રજી. થયેલ છે.

(૨) ગઈ તા.૦૨/૧૨/૨૦૨૩ નાં રોજ બાબરા તાલુકાના ચમારડી ગામેથી સાંજના સમયે ભાર રીક્ષાની ચોરી

કરી આ ભાર રીક્ષા પોતાના ઘરે લઈ જતો રહેલ. બાદમાં પોલીસને જાણ જતા પોતે આ રીક્ષા મુકી નાશી

ગયેલ અને બાદમાં પોલીસે આ ભાર રીક્ષા કબ્જે કરેલ, જે અંગે ખરાઈ કરતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ

ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૫૪૦/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૭૯ ગુનો રજી. થયેલ છે.

-પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ:-

પકડાયેલ આરોપી ગોવિંદ ઉર્ફે ગલ્લુ લલ્લુભાઈ પરમાર નીચે મુજબના ગુનાઓમાં પકડાયેલ છે.

(૧) નીલમબાગ પો.સ્ટે. (જિ.ભાવનગર) ફ.ગુ.ર.નં.૨૩૫/૨૦૧૮, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ

(૨) અમરેલી સીટી પો.સ્ટે. સેકન્ડ ગુ.૨.નં.૨૨/૨૦૧૯,જુગાર ધારા કલમ ૧૨ મુજબ,

(3) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૧૯૩૦૦૩૨૦૧૪૫૦/૨૦૨૦, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ,

(૪) લાઠી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૩૦૩૪૨૦૧૦૨૦/૨૦૨૦, આઈ.પી.સી. કલમ ૧૨૦બી, ૩૪, ૪૦૧

(૫) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૧૪૩૩/૨૦૨૦, પ્રોહી. કલમ ૬પ(એ) (એ), કપ

સી, ડી, ઈ, એફ મુજબ.

(૬) ચલાલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૨૦૧૮૮/૨૦૨૨, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને

માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ

તથા એ.એસ.આઈ. જાવેદભાઈ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ

પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, ઉદયભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More