Search
Close this search box.

Follow Us

20 અને 27મી જાન્યુઆરીની ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન બદલાયેલા રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં 15.01.2024 થી 28.01.2024 સુધી એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12756) ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર દક્ષિણ મધ્ય રેલવેના વિજયવાડા ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 20.01.2024 અને 27.01.2024ના રોજ ચાલતી ટ્રેન નંબર 12756 ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન વિજયવાડા જં. – ગુડીવાડા જં. – ભીમવરમ ટાઉન – નિડદવોલુ જં. થઇને દોડશે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More