08 જાન્યુઆરીની વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન બદલાયેલા રૂટ બોટાદ-વિરમગામ-અમદાવાદ થઇને દોડશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે 03.01.2024 થી 10.01.2024 સુધી એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝન થઈને દોડતી વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન (12945) ડાઈવર્ટ કરાયેલા રૂટ બોટાદ-વિરમગામ-અમદાવાદ પર દોડશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, વેરાવળથી 08.01.2024 (સોમવાર)ના રોજ દોડતી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેન બોટાદ-સુરેન્દ્રનગર ગેટ -વિરમગામ-અમદાવાદ થઈને દોડશે.
આ કારણોસર આ ટ્રેન ધંધુકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે નહીં. તેના બદલે, ડાયવર્ટ કરાયેલા રૂટ પર સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર 2 મિનિટનો હોલ્ટ આપવામાં આવશે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More