પૂર્વ ધારાસભ્યએ મંજુર કરાવેલ માર્ગ મકાન સ્ટેટના તેમજ પંચાયત વિભાગ હસ્તક ના ૧૫૬ કરોડ ૮૮ લાખની માતબર રકમના કુલ ૬૦ કામો બે વર્ષ પહેલા મંજુર થયેલ કામ ચાલુ કરાવવા રજુઆત કરતા હર્ષદ રીબડીયા

વિસાવદરતા.વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રીબડીયા દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ મળી ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તાર ના માર્ગ મકાન પંચાયત વિભાગ તેમજ માર્ગ મકાન સ્ટેટ વિભાગ હસ્તકના જે રસ્તાઓ ડામર કામ નાલા પુલીયા મેજર બ્રિજ તેમજ કાચા માંથી ડામર રોડ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે વર્ષ ૨૦૨૧ – ૨૨માં ખુબજ મોટી રકમના લોક ઉપયોગી જાહેર માર્ગોના કામો મારા ધારાસભ્ય તરીકે ના કાર્યકાળ દરમિયાન મંજુર કરેલા તે બદલ હું રાજ્યની ભાજપ સરકારનો હદયથી આભાર માનુછુ પણ માર્ગ મકાન વિભાગ ની ઢીલાશ ને કારણે ને કોન્ટ્રાક્ટરની અવળાઈને કારણે આ રસ્તાના કામ દોઢ બે વર્ષ પહેલા મંજૂર થયેલા કામો ક્યાંક કામ અધૂરા છે થોડાક કામ પૂર્ણ થયા હોય પણ તેમાં રોડની સાઈડો તેમજ ગુણવત્તા ચકાસી ને ગેરંટી પિરિયડમાં કામનું રીપેરીંગ કરાવવું ઘણામાં ડામર કામ બાકી છે તે પૈકી મંજુર થયેલા મોટાભાગના કામો ચાલુ જ નથી થયા જેથી વાહન ચાલકો ખુબજ હેરાન પરેશાન થાય છે
મંજૂર થયેલા કામ નીચે મુજબ છે

( માર્ગ મકાન સ્ટેટ વિભાગ)

(૧) જુનાગઢ ભેસાણ પરબ વાવડી રોડ રકમ ૪૧૦૦ લાખ
(૨) ખડીયા બીલખા માણેકવાડા રોડ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ કામ ચાલે છે રકમ ૨૪૦૦,૪૫ લાખ
(૩) વિસાવદર ભલગામ બગસરા રોડ રકમ ૮૦૦, ૬૦ લાખ

( માર્ગ મકાન પંચાયત વિભાગ)

(૧) બેલા બાદલપુર રોડ ને ઓજતનો બ્રિજ રકમ 380 લાખ
(૨) કાથરોટા ડેરવાણ રોડ રકમ 250 લાખ
(૩) સેમરાળા જાંબાળા રોડ જાંબાળા ગામમાં સીસી રોડ રકમ 30 લાખ
(4) બગડુ ગામે દીપડા દરવાજા સીસી રોડ રકમ 30 લાખ
(5) રતાંગ લીમધ્રા રોડ રતાંગ ગામે સીસી રોડ રકમ 75 લાખ
(6) કાલસારી રાજપરા રોડ કાલસારી ગામમાં સીસી રોડ રકમ 40 લાખ
(7) પરબવાવડી ચુડા રોડ રકમ 431 લાખ
(8) ચુડા ઢોળવા રોડ રકમ 70 લાખ રૂપિયા
(9) રાણપુર છોડવડી રોડ રકમ 207 લાખ રૂપિયા
(10) સુખપુર પાટિયા થી
બાવા પીપળીયા રોડ રકમ 230 લાખ રૂપિયા
(11) જૂની ચાવંડ લેરીયા સુખપુર રોડ રકમ 255 લાખ
(12) જાંબુડી રામપરા રોડ રકમ 50 લાખ
(13) શોભાવડલા ગીર એપ્રોચ રોડ રકમ 35 લાખ
(14) દુધાળા મુનિ આશ્રમ રોડ રકમ 210 લાખ
(15) અંબાળા જેતલવડ રોડ રકમ 210 લાખ
(16) પરબ વાવડી એપ્રોચ સીસી રોડ રકમ 41.50 લાખ
(17) બીલખા મંડલીકપુર રોડ રકમ 125 લાખ
(18) જામકા ઇટાળી રોડ રકમ 150 લાખ
(19) ચોરવાડી રામેશ્વર રોડ રકમ 260 લાખ
(20) ભેસાણ આંબાવાડીમાં ઉબેણ નદી ઉપર બ્રિજ રકમ 45 લાખ
(21) બીલખા ઉમરાળા રોડ પર બ્રિજનું કામ રકમ 40 લાખ
(22) વિજાપુર પાતાપુર રોડ રકમ 260 લાખ
(23) સોડવદર પ્લાસવા રોડ રકમ 220 લાખ
(24) પાદરીયા હાઇવે થી વિજાપુર રોડ રકમ 62 લાખ
(25) દયાનાથ ધામ થી પાદરીયા રોડ રકમ 66 લાખ
(26) ખજુરી હડમતીયા સાકરો ળા રોડ સાકરો ળા ગામમાં સીસી રોડ રકમ 64 લાખ
(27) મુંડીયારાવણી સોઢાપરા રોડ રાવણી ગામમાં સીસી રોડ રકમ 20 લાખ
(28) ભલગામ રફાળા રોડ રકમ 300 લાખ
(29) રતાંગ મીયાવડલા રોડ રકમ 150 લાખ
(30) સુખપુર દેસાઈ વડાળા રોડ રકમ 65 લાખ
(૩૧) આણંદપુર મેવાસા રોડ પર પુલનું કામ રકમ 15 લાખ
(૩૨) રાણપુર ખંભાળિયા રોડ પર પુલનું કામ 20 લાખ
(૩૩) સુખપુર પાટિયા થી કરિયા રોડ ધા બી નું કામ 15 લાખ
(૩૪) ચણાકા રફાળીયા રોડ પર પુલનું કામ રકમ 45 લાખ
(૩૫) ગળથ ધોળવા રોડ ગળથ ગામે પુલનું કામ રકમ 20 લાખ
(36) વિસળ હડમતીયા ઇસાપુર રોડ પુલનું કામ રકમ 15 લાખ
(37) મોરવાડા હળિયાદ રોડ પુલનું કામ રકમ ₹15 લાખ
(38) ઘોડાસણ કડાયા રોડ પુલનું કામ રકમ 20 લાખ
(39) ઢેબર છેલણકા રોડ બ્રિજનું કામ રકમ 70 લાખ
(40) મહુડા મહુડી છેલણકા રોડ બ્રિજનું કામ રકમ 80 લાખ
(41) જેતલવડ ઘોડાસણ રોડ પુલનું કામ રકમ 20 લાખ
(42) કાલસારી ગોવિંદપરા વાયા ગધાવાવ રોડ પુલનું કામ રકમ 20 લાખ
(43) વેકરીયા કાથરોટા રોડ પુલનું કામ રકમ 10 લાખ
(44) સુડાવડ ભટવાવડી રોડ રકમ 220 લાખ
(45) ઈશ્વરીયા ગીર ખાંભા રોડ રકમ 145 લાખ
(46) લીલીયા જાંબાળા રોડ રકમ 130 લાખ
(47) ધ્રાફડ ડેમથી સરસઈ રોડ રકમ 40 લાખ
(48) લુંઘીયા વટવાવડી રોડ રકમ 241 લાખ
(49) રાવણી ભૂતડી પાટીયા રોડ રકમ 125 લાખ
(50) વિસાવદર ભૂતડી રોડ રકમ 125 લાખ
(૫૧) નાની મોણપરી ઘંટીયાણ રોડ રકમ 61,50 લાખ
(૫૨) કેરાળા વડાલ રોડ પહોળો કરવાનું કામ રકમ 614,93 લાખ
(૫૩) પીરવડ નાની પીંડા ખાય રોડ રકમ 576,59 લાખ
(૫૪) ભલગામ ઘોડાસણ રોડ પહોળો કરવાનું કામ રકમ 538,22 લાખ
(૫૫) મોણીયા સરસઈ રોડ પર ધ્રાફડ નદી પર બ્રિજ નું કામ રકમ 550 લાખ
(૫૬) વિસાવદર કનકાઈ રોડ પર આવેલ નદીના પુલનું કામ રકમ 40 લાખ
(૫૭) કરીયા મેંદપરા રોડ રકમ 44 લાખ
ઉપરોક્ત ૩ કામ માર્ગ મકાન સ્ટેટ વિભાગના
ને 57 કામ માર્ગ મકાન પંચાયત વિભાગના એમ મળી ૧૫૬ કરોડ ૮૮ લાખની માતબર રકમના કુલ 60 કામો ની વિગત પણ મુખ્યમંત્રીને મોકલેલ હોવાનું પત્રમાં જણાવેલ છે ઉપરોકત બધા કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવેતેવી વિનંતી કરેલ હોવાનું પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…