Search
Close this search box.

Follow Us

શ્રી સરસ્વતી શિશુમંદિર, ગોંડલ ખાતે ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, વિદ્યાર્થી સમય, શક્તિ અને નાણાંનો મબલખ ખર્ચ કર્યા પછી મેળવેલા ગુણનાં આધારે, વિવિધ અભ્યાસમાં પ્રવેશ મેળવવા તત્પર હોય છે. પરંતુ, આ સમયે અનેક અભ્યાસક્રમો માંથી ક્યા અભ્યાસક્રમ માં પ્રવેશ મેળવવો તેની મૂંઝવણ વિદ્યાર્થી અને વાલી બન્ને અનુભવતા હોય છે.અભ્યાસક્રમની સાચી પસંદગી કેમ કરવી?તે પ્રશ્ન ખુબ કસરત કરવી તેવો છે.આ પ્રશ્નનાં નિરાકરણ માટે શ્રી સરસ્વતી શિશુમંદિર, ગોંડલ ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે “કારકિર્દી માર્ગદર્શન સેમીનાર” યોજાઈ ગયો. આ સેમિનારનાં મુખ્ય વક્તા તરીકે શ્રી હિતેશભાઈ સોલંકી વિકાસ વર્તુળ ટ્રસ્ટ-ભાવનગરથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ ૧૦ પછી શું? ધોરણ ૧૨ પછી શું? તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ઉંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું. આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી ઉમેદસિંહ હેરમા, ટ્રસ્ટી શ્રી હરેશભાઈ સોજીત્રા, અનિલભાઈ ગજેરા, ડૉ. પારસભાઈ ભડાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ ૯ થી ૧૨નાં વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી માર્ગદર્શન શ્રી સંજયસિંહ ઝાલાએ પૂરું પાડ્યું હતું.કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી યોગેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોપીબેન રાદડીયાએ કરેલું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

1 thought on “શ્રી સરસ્વતી શિશુમંદિર, ગોંડલ ખાતે ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઈ ગયો”

Leave a Comment

Read More