પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વિન્ટર સ્પેશિયલ વેરાવળ-સુરત-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન (09018/09017)ને 5 વધારાના સ્ટેશનો પર રોકવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર વેરાવળ-સુરત-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન (09018/09017) હવે 5 વધારાના સ્ટેશનો (વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન અને ભરૂચ જંકશન) પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 08.01.2024થી અને ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત એક્સપ્રેસ ટ્રેન 09.01.2024થી વાંકાનેર જંક્શન, સુરેન્દ્રનગર જંક્શન, વિરમગામ જંક્શન, નડિયાદ જંક્શન, આણંદ જંકશન અને ભરૂચ જંકશન સ્ટેશનો પર પણ રોકાશે.