વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કાંતિ એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાન,રાજ્યપાલ,
માનવઅધિકાર પંચ,
મુખ્યમંત્રી,કાયદામંત્રી,
તમામ કલેક્ટરો,તમામ જેલ અધિક્ષકને લેખિત રજુઆત કરી જણાવેલ કે,ભારત દેશની અનેક અદાલતોમાં અનેક કેદીઓના કેસો પેન્ડિગ છે કોઈ એક કેદી કે ગુનેગાર આવેશમાં આવીને કોઈપણ પ્રકારનો ગુનો કરી બેસે છે ત્યારે કેસ ચાલીને પૂરો થાય ત્યાં સુધી અમુક ગુનાના કામમાં જેલમાં રહે છે અને અમુક કિસ્સામાં ૧૦વર્ષ જેવા સમય બાદ આવા કેદી સામેની ટ્રાયલ ચાલી જતા તેઓ નિર્દોષ છૂટે છે પરંતુ આ દશ વર્ષ સુધી કે ગુનાની સજા પુરી થાય ત્યાં સુધી તેમનો પરિવાર તેમના પત્ની બાળકો અને તેમના આશ્રિત માં બાપે કોઈપણ પ્રકારનો ગુનો નહિ કરેલ હોવા છતાં તેમના બાળકોના કુમળા માનસ ઉપર એક ગુનેગારના સંતાન હોવાની માનસિકતા ઉભી થાય છે અને આવા જેલમાં રહેલ પરિવારના બાળકોના ભવિષ્ય અંધકારમય બની જાય છે.આવા બાળકો નિરાધાર બની જાય છે અને તેની માતા તેને અભ્યાસ કરાવવાનો ખર્ચ પણ કરી શકે તેવી સ્થિતિ હોતી નથી તેથી આવા બાળકોના કુમળામાનસ ઉપર તેના પિતા તથા સમાજપ્રત્યે ધૃણા ઉતપન્ન થાય છે ખરેખર આવા બાળકોએ કોઈ ગુનો કરેલ ન હોવાછતાં તેના કોઈ સ્વજન કે પિતા જેલમાં હોવાના કારણે અને અભ્યાસના અભાવે આવા બાળકો ગુનાખોરી તરફ ન વળે તે માટે આવા કેદીઓના બાળકો માટે પણ સરકારે કાર્યવાહી કરી આવા બાળકોને ઉચ્ચશિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.આ અંગે ચાઈલ્ડ પ્રોટેક્શન એકટ,ઝુવેનાઇલ જસ્ટીસ એકટ તથા બંધારણની જોગવાઈઓ અને માનવ અધિકાર પંચના કાયદા મુજબ આવા પરિવારની સ્ત્રીઓ માટે આજીવિકા મળી રહે તે જોવાની ફરજ પણ સરકારની છે ત્યારે જેલમાં રહેલ વ્યક્તિએ તો ગુનો કરેલ હશે તે બદલ કોર્ટ નિર્ણય કરશે પરંતુ તેમનો પરિવાર પણ ગુનેગાર હોય તેવું વર્તન સમાજ તરફથી ન થાય અને ગુનાખોરી ઉપર નિયંત્રણ આવે તે પણ જરૂરી છે તેથી આવા પરિવારના વ્યક્તિઓએ કોઈ ગુન્હો કરેલ ન હોય ત્યારે દેશની સંવેદનશીલ સરકારે આ માટે કેદીઓના પરિવાર માટે પ્રોટેક્શન એકટ બનાવી આવા કેદીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ તથા અન્ય આર્થિક લાભો આપવા જોઈએ આવા કેદીઓના પરિવારને તમામ પ્રકારની સુવિદ્યા આપવામાં આવે અને શક્ય હોય તો ૬૦ વર્ષ થી મોટી ઉમર ધરાવતા તમામ કેદીઓ ફરી ગુનો કરે તેવી સ્થિતિમાં ન હોય તેઓને મુક્ત કરવામાં આવે તો સરકારને આવા કેદીઓ માટે જે ખર્ચ થાય તે પણ બચી શકે તેમ છે અને મોટી ઉંમરના કેદી ને પોતાના પરિવાર સાથે બાકી જિંદગી જીવી શકે અને સારો નિભાવ થઈ શકે અને પરિવાર સાથે સમય પસાર કરી શકે તે માટે જેલ માં મોટા ભાગના ઉમરલાયક કેદી મુક્ત કરવામાં આવે તો જેલ પણ ખાલી થઈ જાય અને યોગ્ય વાતાવરણ ઊભું થાય તેવી અમારી ટિમ ગબ્બરની રજુવાત કરેલી હતી.જે રજુઆત દયાને લઈને સી.આર.પી. સી. કલમ ૪૩૩(એ)અન્વયે સુરતના લાજપોર જેલમાં ૧૭ કેદીઓને ટિમ ગબ્બરની રજુઆત બાદ મુક્ત કરાયા છે.
Author: ભાગવત ભૂમિ
Hi