રાપર તાલુકાના ભીમદેવકા નજીક આવેલ અભ્યારણ રણ વિસ્તારમાં થતી ખનીજ ચોરી વન અભ્યારણ તંત્ર મૌન

સ્થાનિક ભાજપ ના આગેવાને અભેયારણ ની જમીનમાં લાખો ટન માટી નુ ખનન કરયુ કરોડોની ખનિજ ચોરની ભરપાઈ થાય એમ છે
તંત્ર ખરી તપાસ કરે તો
રાપર તાલુકાના ફુલપરા ભીમ દુકા ગામની સીમમાં ખનીજ માફિયાઓ દ્વારા લાખો ટન માટી ખનન કરી ને મીઠાં ના અગરો માં પાળા બાંધવા નું કામ કરવામાં આવી રૅયુ છે ઘુડખર અભ્યારણ વન વિભાગ તંત્ર દ્વારા સરકારી તંત્રની કોઇ જાતની પરમિશન વગર માટી ખોદીને મીઠાના આગરો બાંધી રહ્યા છે
ભીમદેવકા રણ કાધી એ આવેલ અભ્યારણ વિસ્તારની જમીનમાં રાત દિવસ મોટા અવરલોડ દ્વારા ખનનચોરી કરવામાં આવી રહી છે ખનીજ વિભાગ ની ટીમ દ્વારા સાઈટની વિઝીટ કરવામાં આવે તો
લાખો ટન માટી નું ખનન કરવા માં આવ્યું છે અને તપાસ થાય તો સરકારની તિજોરી ને મોટો ફાયદો થાય એમ છે વાગડ વિસ્તારના નાના 10 એકર મીઠાના અગાર માં કામ કરતા અગરિયાઓને વન અભ્યારણ તંત્ર રણની અંદરમાં પ્રવેશ આપતાં નથી ખનન કરતા ખનીજ માફિયાઓને માટી ઉપાડવાની કેમ છૂટ આપવામાં આવી રહી છે આ બાબતે તંત્ર અઘોર નિંદ્રામાં હોય એવું સૂત્રો ના મુખે ચર્ચાઈ રહ્યું હતું ખોદવામાં આવેલ મોટા ખાડાઓ ની માપણી કરાય અને ખનન નો હિસાબ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે જેમાં સ્થાનિક મોટા માથાઓ તેમજ રાજકીય વર્ગ ધરાવતા લોકો ના પગ નીચે રેલો આવે એમ છે

રણમાં વહેલી ગંગા નવા આવેલ અધિકારીઓ ડૂબકી મારી

નાના રણ માં લાખો એકર માં બિન અધિકૃત મીઠાં ના અગરો બનાવી ને બેઠેલા રણ માફિયા 1500 કરોડ કરતા ફક્ત શિકારપુર ના રણ માં મીઠુ પકવામા આવે છે જેથી ઘુડખર અભ્યારણ રેન્જ માં આવેલ તમામ નવા અધિકારી ઓ એ પગાર થી દસ ગણી રકમ રણ માફિયા આપતાં હોવાથી તે વહેતી ગંગા માં અધિકારી ઓ એ ડૂબકી મારી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે તો ઈન કમ ટેક્સ દ્વારા કચ્છના નાના રણ આવેલ મીઠાં અગરો માલિકો ના ઘરે અને ઓફિસો અને અધિકારીઓ ના ઘરે રેડ કરવા માં આવે તો મોટી બે નંબર ની કમાણી વારી રકમ પકડાય તેમ છે

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More