143 મી સુદામા ની ઝોળી. આજે જાન્યુઆરી મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ

ફૂલ ગુલાબી ઠંડક ના આહલાદક વાતાવરણ માં આજે મહિના ના પ્રથમ રવિવારે ફરીથી પોતાના કાયમી પ્રોજેક્ટ સુદામા ની ઝોળી સાથે ગોંડલ રોટરી ક્લબ માનવ સેવા ના દ્રઢ સંકલ્પ ને સુનિશ્ચિત રૂપે આગળ વધારવા કૃત નિશ્ચય રૂપે રાબેતા મુજબ હાજર જ છે.

સમાજ સાથે એક જવાબદાર મૈત્રીભાવ ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોઈ.
માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 195 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા તથા ડુંગળી, ચણા નો લોટ, શીંગતેલ સહિત ની ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોઈ છે
*દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ તથા 1 લીટર શીંગતેલ ના પેકેટ વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે જેના દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે જેથી આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ*

રોટરી ક્લબ ઓફ ગોંડલ આ તકે તમામ દાતાશ્રી નો આભાર માને છે.

Leave a Comment

Read More