શ્રી ભગવતભૂમિ ગોંડલ ના આંગણે ગોંડલ ના વતની વિક્રમભાઈ સંઘાણી અને જયભાઈ સંઘાણી ના સંઘાણી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથીક સેવા આરોગ્ય ક્લિનિક નો પ્રારંભ ગોંડલ રાજવી પરિવાર માન. શ્રી ઉપેન્દ્રસિંહજી સાહેબ હવામહેલ ગોંડલ,માન. શ્રી જ્યોતિર્મયસિંહજી સાહેબ હવામહેલ ગોંડલ ના શુભ હસ્તે રાજકોટ ના સિનિયર હોમિયોપેથીક પ્રો.ડો.સૌનીલભાઈ માલવાણીયા M.D. ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો..
આ પ્રસંગે રોટરી કલબ ગોંડલ ના રમેશભાઈ કારિયા,યોગેન્દ્રભાઈ જોશી,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,મનસુખભાઇ રૂપારેલીયા,કચરાભાઈ વૈષ્ણવ,તેમજ ગોંડલના અગ્રણી મહાનુભાવશ્રીઓ,હોમિયોપેથીક ડોકટર્સ,સંઘાણી પરિવારના સદસ્યો,વાલીઓ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા..
સંઘાણી ચેરી.ફાઉન્ડેશન દ્વારા ગોંડલ માં મીડીયમ ઈંગ્લીશ બાલમંદિર તદ્દન નિઃશુલ્ક રકમ થી 70 પરિવારના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.અને હવે ગોંડલ શ્રી ભગવતભૂમિ માં વધુ એક આરોગ્ય સેવા કેન્દ્ર હોમિયોપેથીક ક્લિનિક નો પ્રારંભ કરતા વિક્રમભાઈ સંઘાણી એ જણાવેલ કે તેમના દાદા ના પિતાશ્રી નું 1913 માં બનાવેલ મકાન માં આરોગ્ય સેવા કેન્દ્ર નો પ્રારંભ કરતા વિડીલો નું ઋણ ચૂકવવાનો એક પ્રયાસ છે તેમ જણાવેલ..માન. શ્રી ઉપેન્દ્રસિંહજી સાહેબ રાજવી પરિવારે ક્લિનિક નો પ્રારંભ કરતા જણાવેલ કે સંઘાણી ચેરી.ફાઉન્ડેશન પરિવાર દ્વારા જીવમાત્ર ની સેવા ના અનેક સેવાકાર્યો અને દાન કરવામાં આવે છે જેનો લાભ સર્વે સમાજના લોકોને મળી રહ્યો છે તે આવકાર્ય છે.માન. શ્રી જ્યોતિર્મયસિંહજી સાહેબ એ જણાવેલ કે આપણે સમાજ માં સેવાનાં કાર્ય કરવા માટે આપણે વ્યક્તિગત રીતે પણ આગળ આવવું જોઈએ.ગોંડલ ભગવતભૂમિ માં અનેક સેવા ના કાર્યો વિવિધ સંસ્થાઓ દ્વારા થઈ રહેલા છે.તેમાં સંઘાણી ફાઉન્ડેશન દ્વારા હોમિયોપેથીક આરોગ્ય સેવા ક્લિનિક ખુબજ સામન્ય ફી લઈને સેવાઓ પુરી પડવાની સુવિધા ઉભી કરવા બદલ વિક્રમભાઈ અને જયભાઈ સંઘાણી ને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ ના સિનિયર અને સુપ્રસિદ્ધ એમ.ડી.હોમોયોપેથીક ડો.સૌનિલ માલવાણીયા ના માર્ગદર્શન હેઠળ ડો.દર્શીત સોમૈયા દરરોજ સાંજના 4 થી 8 દરમ્યાન પીરની આંબલી સામે સંઘાણી ચેરી ટ્રસ્ટ દ્વારા હોમિયોપેથીક સેવાઓ પુરી પાડવામાં આવશે.તેમજ દર ગુરુવારે ડો.પ્રો.સૌનીલ માલવાણીયા તેમની આરોગ્ય સેવાઓ આપશે.અને ડૉ સૌનીલ સાહેબના હોમિયોપેથીક વિધાર્થી ડોકટર્સ એ પણ તેમની સેવાઓ આપવા ખાત્રી આપી છે..
સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન માલિનીબેન શાહ દ્વારા કરવામાં આવેલ.અને અંતે વિક્રમભાઈ સંઘાણી દ્વારા સૌ મહેમાનોની ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરવા સાથે હોમિયોપેથીક આરોગ્ય સેવાઓ જે 50/- ફી સાથે એક વીકની દવા આપવાની સેવાઓનો લાભ લેવા સૌને અનુરોધ કરવામાં આવેલ…