ઉતરાયણ પર્વ પર પતંગના ઘાતક દોરાથી માનવ તથા પશુ પંખીઓને પારાવારની ઈજાઓ પહોંચતી હોય છે. એ અંતર્ગત વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા ઉતરાયણ પર્વ પર લોકોમાં જન જાગૃતિ લાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં ખુલ્લી અગાસી પર પતંગ ના ચગાવવી, વીજ વાયરમાં દોરી ફસાઈ જાય તો એને ખેંચવી નહીં, બહાર જતી વખતે આપણું આખું શરીર ઢંકાય એવા કપડા પહેરવા, હાથમાં મોજા પહેરવા, ચહેરા પર માસ્ક બાંધવું, કાન તથા માથુ ઢંકાય તેવી ટોપી અથવા હેલ્મેટ પહેરવું, ગળામાં મફલર કે રૂમાલ બાંધવો, નાના બાળકોને ટુવ્હીલ પર આગળ બેસાડવા નહીં, ટુવ્હીલ પર લાઈફ ગાર્ડ અવશ્ય લગાડવું, ચાઈનીઝ દોરી પર સરકારશ્રી તરફથી સંપુર્ણ પ્રતિબંધ હોવાથી ચાઈનીઝ દોરી વેચવી કે વાપરવી નહીં, પતંગ કરતા જીવન મહત્વનું છે માટે પતંગ લૂંટવા રસ્તા પર દોડાદોડી કરવી નહીં. આ બધી સેફ્ટી રાખવાથી પતંગના ઘાતક દોરાથી આપણી જાતને સામાન્ય તથા ગંભીર ઈજાઓ થવાથી બચાવી શકાય છે. ચાઈનીઝ દોરી વેચતા કે વાપરતા કોઈ વ્યક્તિ ધ્યાને આવે તો તુરંત પોલીસને 100 નંબર પર જાણ કરવી. પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષી દેખાય તો તુરંત જ 1962 પર સંપર્ક કરવો જેથી ઘાયલ પક્ષીને તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર મળી શકે.