Search
Close this search box.

Follow Us

બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીક આવેલ જીનીંગ મીલમાં સિકયુરીટી ગાર્ડને માર મારી લુંટ ચલાવનાર ઇસમોને પકડી પાડી, લુંટનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી

બાબરા તાલુકાના ગળકોટડી ગામની નજીક, રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મી કોટેસ નામના કપાસના જીનમાં ગઈ તા.૦૫/૦૧/૨૨૦૨૪ ની રાત્રીના આશરે સાડા દસકે વાગ્યે અજાણ્યા ઇસમો ચોરી કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી, આ જીનમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા ગોરધનભાઈ જીવરાજભાઈ સાંયકા, ઉ.વ.૭૫, રહે.ચાવંડ, તા.લાઠી, જિ.અમરેલી વાળાને લાઠી વડે માર મારી, ગંભિર ઇજાઓ કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ગોરધનભાઈનો મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/- તથા હાથબત્તી કિ.રૂ.૧૦૦/- મળી કુલ કિ.રૂ.૬૦૦/- ની લુંટ કરી નાશી ગયેલ હોય, જે અંગે ગોરધનભાઈએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા બાબરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦/૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૩૯૪, ૪૫૭, ૪૫૨, ૩૮૦, ૩૨૩, ૧૧૪ મુજબનો ગુનો રજી.

કરવામાં આવેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ગંભીર અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના ગંભીર અનડીટેક્ટ ગુન્હાના આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૨/૦૧/૨૦૨૪ નાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાબરા, બસ સ્ટેન્ડ પાસે સી.એન.જી. રીક્ષામાં આંટાફેરા મારતા પાંચ ઇસમોને શંકાસ્પદ હાલતમાં પકડી પાડી, મજકુર ઇસમોની સઘન પુછ પરછ કરતા અને ઝડતી કરતા ઉપરોકત લુંટમાં ગયેલ મોબાઈલ ફોન મળી આવતા ઉપરોકત ગુનાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીઓને આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ छे.

→ પકડાયેલ આરોઓપી:-

(૧) અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા, ઉ.વ.૩૦, રહે.શાપર (વેરાવળ), આનંદ રેસીડેન્સી, બ્લોક નં.૫૦૧, તા.લોધીકા, જિ.રાજકોટ.

(૨) જહાંગીર ઉર્ફે જાકીર ઇબ્રાહીમભાઈ રાવકેડા, ઉ.વ.૨૯, રહે.જામવાડી, જી.ડી.સી.સી., તા.ગોંડલ, જિ.રાજકોટ.

(૩) બ્રિજેશ રાજુભાઈ બડેલીયા, ઉ.વ.૩૮, રહે.શાપર (વેરાવળ), આર્દશ સોસાયટી, બ્લોક નં.એ/૩૮, તા.કોટડા સાંગાણી, જિ.રાજકોટ.

(૪) અશ્વિન પ્રવિણભાઈ પરમાર, ઉ.વ.૪૦, રહે.શાપર (વેરાવળ), રામ મંદિર વાળી શેરી, તા.કોટડા સાંગાણી,

જિ.રાજકોટ.

(૫) અફઝલ ઉર્ફે ભુરો હમીદમીયા સૈયદ, ઉ.વ.૨૪, રહે.પીપળીયા, આદર્શ સોસાયટી, તા.લોધીકા,

જિ.રાજકોટ.
→ કબ્જે કરેલ મુદ્દામાલ –

કીપેઈડ વાળા મોબાઈલ ફોન નંગ – ૩, કિ.રૂ.૫૦૦/- તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- તથા એક રીક્ષા રજી. નં. જી.જે.૦૩.બી.એસ. ૮૩૮૪ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫૫,૫૦૦/- નો મુદ્દામાલ.

→ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ-

ગઇ તા.૦૪/૦૧/૨૦૨૩ નાં રોજ રાત્રીના પાંચેય ઇસમો રીક્ષા લઇ ભાવનગર રોડ ઉપર આવેલ જીનીંગ મીલમાં પાસે આવેલ. આ જીનીંગ મીલની દિવાલ કુદીને અંદર ગયેલ અને જીનીંગ મીલમાં ઇલેકટ્રીક મોટરોની ચોરી કરવા ઇલકટ્રીક મોટર ખોલી નાખેલ અને તે વખતે ત્યાના સિકયુરીટી ગાર્ડ વાળા ભાઈ જાગી જતા તેને માર મારી, ઇજાઓ કરી, તેની પાસેથી મોબાઈલ ફોન તથા એક હાથબત્તીની લુંટ કરી, રીક્ષા લઇ જતા રહેલ હોવાની હકિકત જણાવેલ છે.

→ પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી પૈકી અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભાઈ સોઢા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ छे.

(૧) શાપર વેરાવળ પો.સ્ટે. (જિ.રાજકોટ) ફ. ગુ.૨.નં.૨૪/૨૦૧૬, આઈ.પી.સી. કલમ ૩૯૨, ૧૧૪ મુજબ.

(૨) મીઠાપુર પો.સ્ટે. (જિ.દેવભુમી દ્રારકા) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૫૨૦૧૦૧૧/૨૦૨૦, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.

(૩) બાવળા પો.સ્ટે. (જિ.અમદાવાદ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૮૨૧૦૫૭૧/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૨૮, ૩૭૯, ૩૪ મુજબ.

(૪) જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. (જિ.જામનગર) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૧૧૨૩૭/૨૦૨૧, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

(૫) જામકંડોરાણા પો.સ્ટે. (જિ.રાજકોટ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૨૦૨૧૦૫૬૭/૨૦૨૧, આઈ.પી.સી. કલમ ૩૨૮, ૩૨૯ મુજબ.

(૬) જામનગર સી ડીવી. પો.સ્ટે.(જિ.જામનગર) એ પાર્ટ ગુ.ર.નં.૮૦૮/૨૦૨૧, આઈ.પી.સી. કલમ ૩૭૯ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી. ગોહિલ તથા

એ.એસ.આઈ. જાવેદભાઈ ચૌહાણ તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી

તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More