ગોંડલના 17માં ઉત્તરાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો દબદબાભેર યોજાશે રાજતિલક મહોત્સવ

તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ,ભવ્ય જલયાત્રા,નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન,રાજવી પરિવાર દ્વારા ગોંડલ રાજ્યની જનતાને નિમંત્રણ…

રાજાશાહી યુગમાં ગોંડલના બાહુબળી અને પ્રજાવત્સલ મહારાજા તરીકે વખણાતા ગોંડલ રાજ્યમાં રાજવીનો રાજતિલક મહોત્સવ યોજાઈ રહ્યો છે.ગોંડલની રાજગાદીની વાત કરવામાં આવે તો રાજાશાહી યુગમાં ગોંડલ રાજ્યનો રજવાડાનો વિસ્તાર વધારવામાં બાહુબળી રાજવી ભાકુંભાજીનું યોગદાન મુખ્ય છે.ત્યાર બાદ કેળવણી પ્રિય અને વિકાસશીલ પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે.આજની લોકશાહીમાં રાજવી પરિવારમાં રાજવીકાળની પરંપરા યથાવત છે. પરંપરા મુજબ ગોંડલના 17માં ઉતરાધિકારી નામદાર મહારાજા સાહેબ તરીકે હિમાંશુસિંહજી જાડેજાનો રાજતિલક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

ગોંડલની ગાદી ઉપર અત્યાર સુધી રાજવી તરીકે રાજ કરેલ શ્રીકૃષ્ણના વંશજો એવા જાડેજા રાજવીના ઈતિહાસ ઉપર નજર કરીએ તો જાડેજા રાજવી સિંધમાંથી કચ્છમાં આવીને પોતાની રાજગાદી સ્થાપી હતી.બાદમાં નવાનગર(જામનગર),રાજકોટ,કોટડા સાંગાણી બાદ ગોંડલમાં પોતાની રાજગાદી સ્થાપી હતી.આજે તેમના 17માં ઉત્તરાધિકારી રાજવી તરીકે નેક નામદાર મહારાજા હિમાંશુસિંહજીનો પાંચ દિવસનો રાજતિલક સમારોહ નવલખા દરબારગઢ ખાતે યોજાઈ રહ્યો છે.નવલખા દરબારગઢને નવા રંગરૂપ સાથે અનોખો સજાવવામાં આવ્યો છે. આ સાથે જ તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધીના પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ,ભવ્ય જલયાત્રા,નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નગરયાત્રા દરમિયાન રાજવી પરંપરા મુજબ રાજવીકાળની બગીઓ,વિન્ટેજકારો,હાથી,ઘોડા,ઉંટ સહિતનો કાફલો લોકોમાં આકર્ષણ જગાવશે ત્યારે રાજવી પરિવાર દ્વારા ગોંડલ રાજ્યની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.બીજી તરફ ગોંડલ ઓર્ચાડ પેલેસ ખાતે જૂના ગોંડલ રાજ્યના ગોંડલ ધોરાજી ઉપલેટા સહિતના સમાજ શ્રેષ્ઠીઓની એક અગત્યની મીટીંગ યોજાઈ હતી. જેમાં તમામ સમાજના રાજકીય અગ્રણીઓ તથા સામાજીક આગેવાનો, વેપારી અગ્રણીઓ, મહીલા મંડળના અગ્રણીઓ તથા તમામ મંડળના સંચાલકો અને કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રાજાશાહીયુગમાં ગોંડલ રાજ્યની રાજ ગાદીની વાત કરવામાં આવે તો ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ મહારાજા સરભગવતસિંહજીના સુશાસનને લઈને દેશવિદેશ લોકો આજે પણ યાદ કરી રહ્યા છે.મહારાજા સર ભગવતસિંહજી માત્ર ચાર વર્ષની ઉમરે રાજગાદી ઉપર આવ્યા હતા.અને 18 વર્ષની ઉમરે રાજ્યનો સ્વતંત્ર કારોબારો સંભાળ્યો હતો.મહારાજા સર ભગવતસિંહજીના સાશનમાં ફરજિયાત કન્યા કેળવણી,અન્ડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રીક,રેલ્વે લાઈન,ટેલિફોન,કલાત્મક બાંધણી સાથે નગર વ્યવસ્થા અને કડક કાયદાઓને લઈને ગોંડલનું રજવાડાના નોંધ એક ઉચ્ચ પંકતિના રજવાડામાં લેવાઈ રહી છે.ગોંડલ રાજ્યના મહારાજા સર ભગવતસિંહજીના સુશાસનને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે.ત્યારે ગોંડલની રાજગાદી પર મહારાજા ભગવતસિંહજી પછી,મહારાજા ભોજરાજસિંહજી,મહારાજા વિક્રમસિંહજી,મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને વર્તમાન મહારાજા હિમાંશુસિંહજીનો પાંચ દિવસનો રાજતિલક મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે.ત્યારે જૂના ગોંડલ રાજ્યના ગોંડલ ધોરાજી,ઉપલેટા,ભાયાવદર સહિતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ..

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More