થાનગઢ તાલુકા ભાજપ પ્રમુખ કોગ્રેસ મા જોડાયા બચુભાઈ ડાભી કમળ છોડી કોંગ્રેસ નો પંજો પકડતા રાજકીય ગરમાવો

આજે અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના હાથે ખેસ પહેરી ને થાનગઢ તાલુકા ભાજપ પ્રમુખ એવા બચુભાઈ સોમાભાઈ ડાભી એ ભાજપ ને રામ રામ કરીને કોંગ્રેસ ના પંજો પકડતા રાજકીય હલચલ મચી જવા પામી છે ત્યારે ચોટીલા પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, થાનગઢ કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ ગાંગડીયા થાનગઢ શહેર પ્રમુખ મંગળુભાઈ ભગત, નગરપાલિકા સદસ્ય બાપાલાલ ઝાલા સહિત ના કોંગ્રેસ આગેવાનો સાથે બચુભાઈ ડાભી અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને કોગ્રેસ નો ખેસ ધારણ કરેલ હતો જયા રાજીવભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓની હાજરી માં જોડાયા હતા ત્યારે થાનગઢ તાલુકાના રાજકારણ માં ગરમાવો આવી ગયો હતો મંગળુભાઈ ભગત અને ભુપતભાઈ એ જણાવ્યું હતું કે હજુ આગામી સમયમાં ભાજપ ના હોદેદારો મોટી સંખ્યામાં કોંગ્રેસ માં જોડાનાર છે અને ટુંક સમયમાં થાનગઢ ખાતે કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર જોડાવાનો એક પોગ્રામ બનાવેલ છે અને કોગ્રેસ ને મજબૂત કરવા સંગઠન શક્તિ વધારી આ તમામ કાર્યકર્તાઓ કામે લાગશે અને કોગ્રેસ થાનગઢ નગરપાલિકા ચુટણી લડશે અને જીતશે હાલ તો અન્ય ભાજપ આગેવાનો ને કોંગ્રેસ તરફ ન જાય તે માટે સ્થાનિક નેતાઓ સંપર્ક કરી સમજાવી રહ્યા છે.

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Leave a Comment

Read More