શ્રી ભગવતભૂમિ ગોંડલ ના જીતેન્દ્રભાઈ મોહનભાઇ સોનપાલ અને સોનપાલ પરિવાર દ્વારા તેમના સ્વ.નિર્મળાબેન મોહનલાલ સોનપાલ અને સ્વ.મોહનલાલ નાનજીભાઈ સોનપાલ માતાપિતા ની મધુર સ્મૃતિ નિમિત્તે ગોંડલ વેરી તળાવ પાસે આવેલ ગરીબ પરિવારના નાના બાળકો અને વડીલો મળી 100 જેટલા જરૂરિયાતમંદ પરિવારજનોને શિયાળા નું પૌષ્ટિક વ્યંજન સ્વાદિષ્ટ બોર્નવિટા માંડવીપાક અને તલ ની ચીક્કી નો આસ્વાદ કરાવવામાં આવ્યો…..
સોનપાલ પરિવાર દ્વારા માતાપિતા ની સ્મૃતિ માં ગરીબ બાળકોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માંડવીપાક અને તલપાક નો આસ્વાદ અને વિતરણ કરવાની ઉમદા માનવસેવા માં જીતેન્દ્રભાઈ સોનપાલ સાથે સમાજસેવી હિતેશભાઈ દવે અને તેજસભાઈ અઢિયા એ સહયોગ આપ્યો હતો….
બાળકોને શિયાળા ની ઋતુ માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીક્કી નો આસ્વાદ માણવા મળતા પરિવારજનોએ ઈશ્વરને રાજી કર્યા નો ઋણ સ્વીકાર કર્યો હતો…
Author: ભાગવત ભૂમિ
Hi